મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: અલ્લુ અર્જૂનને લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવો પડ્યો ભારે, પોલીસે કરી કાર્યવાહી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો ક્રેઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે. તેઓ ઘણીવાર હે

VIDEO: અલ્લુ અર્જૂનને લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવો પડ્યો ભારે, પોલીસે કરી કાર્યવાહી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો ક્રેઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે. તેઓ ઘણીવાર હેડલાઇન્સનો એક ભાગ હોય છે. આ વખતે તે ચર્ચામાં એટલા માટે છે કે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. શનિવારે અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 11 મેના રોજ તેઓ આંધ્રપ્રદેશના નંદ્યાલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ તેમના મિત્ર અને YSRCP ધારાસભ્ય સિલ્પા રવિના ઘરે ગયા હતા.

શનિવારે અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો 

લોકોને જાણ થતાં જ અલ્લુ અર્જુન ધારાસભ્યના ઘરે આવ્યો હતો. તેને જોવા માટે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. આ પછી પોલીસે સુપરસ્ટાર અને તેના મિત્ર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

અલ્લુ અર્જુન બાલ્કનીમાંથી ચાહકોનો આભાર માન્યો હતો. ફેન્સ પુષ્પા, પુષ્પાના નારા લગાવી રહ્યા હતા. YSRCP માટે પ્રચાર કર્યાના એક દિવસ બાદ સિલ્પા રવિ અને અલ્લુ અર્જુન વિરુદ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સિલ્પા રવિ ચંદ્રાએ આરઓ નંદ્યાલની પરવાનગી વિના અલ્લુ અર્જુનને ઘરે બોલાવ્યો, તે જાણીને કે તે આદર્શ આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરશે.

અલ્લુ અર્જુને લોકોનો આભાર માન્યો 


 અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નંદ્યાલના લોકોનો આભાર માન્યો હતો. તેમણે ઉત્તમ આતિથ્ય માટે સિલ્પા રવિનો પણ આભાર માન્યો હતો. અભિનેતાએ પોસ્ટમાં લખ્યું છે કે તમને ચૂંટણી અને આગળની સફર માટે  શુભકામનાઓ.  મારો પ્રેમ અને સમર્થન હંમેશા તમારી સાથે છે.સિલ્પા રવિએ અલ્લુ અર્જુન સાથે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ પણ શેર કર્યો છે, જેમાં તેણે નંદ્યાલ આવવા બદલ અભિનેતાનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે હું તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ જ આભારી છું.

આ સમાચાર શેર કરો