‘કોરોના આટલા જલ્દી ઠીક થઈ ગયો?’ અનંત-રાધિકાના રિસેપ્શનમાં પહોંચ્યો અક્ષય કુમાર તો ફેન્સે કર્યો ટ્રોલ
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી. અભિનેતા મુ

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી. અભિનેતા મુકેશ અંબાણી-નીતા અંબાણીના દીકરાના લગ્નમાં 12 જુલાઈએ જ હાજરી આપવાનો હતો. પરંતુ કોવિડ-19 પોઝિટિવ હોવાને કારણે તે હાજર રહી શક્યો ન હતો. જોકે, હવે તે 15 જુલાઈના રોજ યોજાયેલી છેલ્લી ઈવેન્ટમાં પહોંચ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેને જોયા બાદ લોકોએ તેના ઝડપી સ્વસ્થ થવા અંગે સવાલો ઉઠાવ્યા હતા.
બે પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા બાદ 12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. બીજા દિવસે આશીર્વાદ સમારોહમાં ઘણા રાજકારણીઓ અને અભિનેતાઓ ઉપરાંત હોલિવૂડના કલાકારોએ પણ હાજરી આપી હતી. પરંતુ અક્ષય કુમાર દેખાયો ન હતો. સાથે જ તેના પરિવારના કોઈ પણ સભ્યએ મંગલ ઉત્સવમાં હાજરી આપી ન હતી.
સોમવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછીના ફંક્શનના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયો અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પણ છે. બંનેએ ઈન્ડિયન આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું. બંને સિલ્વર રંગના કપડા પહેરીને એક સાથે સ્થળ પર પહોંચ્યા હતા. અક્ષય કુમારે સિલ્વર કલરનો કુર્તા પાયજામા પહેર્યો હતો. તો ટ્વિંકલ ખન્નાએ પણ સિલ્વર લોંગ અનારકલી સ્ટાઈલનો ડ્રેસ પહેર્યો હતો.
અનંત-રાધિકાને અભિનંદન આપવા પહોંચ્યો અક્ષય કુમાર
15મી જુલાઈના રોજ આયોજિત અંતિમ સમારોહમાં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાને જોઈને ફેન્સ ખુશ હતા. તે 'કોવિડ-19 પોઝિટિવ' હોવાના કારણે આ કાર્યક્રમોથી દૂર હતો. ફિલ્મ 'સરફિરા'ના પ્રમોશન દરમિયાન, તેની તબિયત બગડતા તેણે ટેસ્ટ કરાવ્યા હતા અને પછી તેને કોરોના વિશે ખબર પડી હતી. આટલું જ નહીં, તેના કેટલાક ક્રૂ મેમ્બર પણ પોઝિટિવ જોવા મળ્યા હતા. કોવિડ-19 નેગેટિવ થયા પછી, અક્ષય કુમાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના કાર્યક્રમમાં આવ્યો હતો જ્યાં કોઈ મોટી હસ્તીઓ ન હતી. અક્ષય કુમારના આ હાવભાવની સોશિયલ મીડિયા પર પણ લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનંત અને રાધિકાના લગ્નની આ પોસ્ટ ઈવેન્ટ મીડિયા, અંબાણી પરિવારના હાઉસહોલ્ડ કર્મચારીઓ અને રિલાયન્સ ગ્રૂપના કર્મચારીઓ માટે રાખવામાં આવી હતી.
અક્ષય કુમારની રિકવરી પર ઉઠ્યા સવાલો
હવે તેને તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે ઈવેન્ટમાં જોઈને ઈન્ટરનેટ યુઝર્સે તેના કોરોનામાંથી આટલી ઝડપથી સાજા થવા પર સવાલ ઉઠાવ્યા છે. એક યુઝરે લખ્યું, 'અરે, શું કોરોના આટલા જલ્દી ઠીક થઈ ગયો?' એકે લખ્યું, 'આવી ગયા ભાઈ.' એક યુઝરે કહ્યું, 'કોવિડ ઘણા જલદી ઠીક થઈ ગયો?' એકે લખ્યું, 'તેને કોરોના હતો, તે ઠીક થઈ ગયો?' એકે લખ્યું, 'તે બે દિવસ પહેલા કોવિડ પોઝિટિવ હતો, હવે તે સ્વસ્થ થઈ ગયો, તો તે અહીં શું ફરે છે? બધાને ચેપ લગાડશે શું?
12મી જુલાઈના રોજ અનંત અને રાધિકાએ લીધા હતા સાત ફેરા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટે 12 જુલાઈના રોજ એક ભવ્ય લગ્ન સમારોહમાં લગ્ન કર્યા હતા, જેમાં ઘણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ અને વિવિધ ક્ષેત્રોના હાઇ પ્રોફાઈલ મહેમાનો હાજર રહ્યા હતા. રાધિકા અને અનંત અંબાણીના લગ્નની ઉજવણી મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવી હતી.






