Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Fans are upset that Sharvari was given less time in the trailer of 'Alpha'

VIDEO: 'Alpha'ના ટ્રેલર રિલીઝ બાદ વિવાદ; Sharvariને ઓછી અને Aliaને વધારે સ્ક્રિન સ્પેસ અપાઈ હોવાનો ફેન્સનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મુંબઈ : બુધવારે 'આલ્ફા'નું ટ્રેલર રિલિઝ થતાં જ શર્વરી વાઘ અને આલિયા ભટ્ટના ચાહકો સોશ્યલ મિડિયા પર સામસામે આવી ગયા હતા. ટ્રેલરમાં શર્વરી વાઘને ઓછી સ્પેસ ફાળવવામાં આવી હોવાનું જણાતાં ચાહકોએ આક્ષેપ કર્યો હતો કે શર્વરીને જાણી જોઇને સાઇડ લાઇન કરી આલિયાને વધારે સ્ક્રિન સ્પેસ આપવામાં આવી છે. 

App Store

મામલો તૂલ પકડે તે પહેલાં જ આલિયા ભટ્ટે શર્વરી સાથે એકસમાન ટી શર્ટ અને જિન્સ પહેરેલી તસવીર મુકી મજાક કરી હતી કે ક્યાં છે  શર્વરી? અને શર્વરીએ પણ મજાકિયા  અંદાજમાં પ્રેઝન્ટ મિસ કહી કોમેન્ટ સેક્શનનો માહોલ પલટી નાંખ્યો હતો.  

જો કે કેટલાક ફેન્સ તેમ છતાં જણાવ્યું હતું કે પહેલાં ટ્રેલરમાં સ્પેસ ઓછી કરી નાંખી અને હવે અલગ પોસ્ટ મુકી ટોન્ટ મારે છે. એક ફેન્સે   સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાનો  હવાલો આપી તેની પર ચાલેલી અફવાને સાચી ઠેરવતાં જણાવ્યું હતું કે આટલા બધાં ડરવાની શું જરૂર છે? બંને એકટ્રેસને એકસમાન સ્પેસ આપી શકાઇ હોત. આ તબક્કે આલિયાએ તેની અને શર્વરીની તસવીરો મુકી માહોલ હળવો બનાવી નાંખ્યો હતો.

 ટ્રેલરમા હૃતિક રોશનની ઝલક પણ બતાવવામાં  આવતાં તેનો કેમિયો હવે  કન્ફર્મ થઈ ચૂક્યો છે. ફિલ્મમાં બોબી દેઓલ અને અનિલ કપૂરની પણ મહત્વની ભૂમિકાઓ છે. પણ ઉદય ચોપડાની સ્ટોરી ધરાવતી આ ફિલ્મમાં 'વોર'ની કહાનીને બે હિરોઇન્સની વોરમાં ફેરવી નાંખી હોવાની પણ કોમેન્ટ્સ જોવા મળી હતી.