મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મશહૂર ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈ પોલીસે કરી અટકાયત, જાણો સમગ્ર વિવાદ

પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન ફરી એક વખત વિવાદમાં આવ્યા છે

મશહૂર ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈ પોલીસે કરી અટકાયત, જાણો સમગ્ર વિવાદ

પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. તેમના પૂર્વ મેનેજરની સાથેની કોઈ માથાકૂટમાં દુબઈ પોલીસે તેમની અટકાયત કરી છે. 

પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનની દુબઈ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાહતના પૂર્વ મેનેજર સલમાન અહેમદની ફરિયાદ બાદ તેમની અટકાયત કરવામાં આવી છે. દુબઈ પોલીસે તેને પ્લેનમાં ચઢતા રોક્યા હતા અને ત્યાર બાદ તેમની અટકાયત કરી હતી. આ પછી પોલીસ રાહત ફતેહ અલી ખાનને દુબઈ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પૂર્વ મેનેજરે કરેલી ફરિયાદ બાદ દુબઈ પોલીસે કરી અટકાયત

આ અંગે શરુઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાહતને યુએઈમાં રોકાણ દરમિયાન બુર્જ દુબઈ પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી હતી. સિંગર ત્યાં વિવિધ સંગીતના વિવિધ કાર્યક્રમોમાં પરફોર્મ કરવા ગયા હતા. આ સમય દરમિયાન રાહત તેમના પૂર્વ મેનેજર સાથેના તણાવને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સલમાન અહેમદે રાહત ફતેહ અલી ખાન વિરુદ્ધ દુબઈ અને અન્ય શહેરોમાં કાયદાકીય કેસ દાખલ કર્યા છે.

તમને જણાવી દઈએ કે, રાહત ફતેહ અલી ખાન એક મશહુર સિંગર છે. અને તેમના વિશ્વભરમાં ગજબના ફેન્સ છે. બોલીવૂડમાં તેમના નામે એવા કેટલાય ગીતો છે, જે આજે પણ લોકોમાં ખૂબ પ્રખ્યાત છે. 

આ સમાચાર શેર કરો