Year Ender: વર્ષ 2024માં આ ફેમસ સેલિબ્રિટીઝના લગ્ન તૂટ્યાં, તો આ સ્ટારનું થયું બ્રેકઅપ
સેલિબ્રિટીઓ અવારનવાર પોતાના સંબંધોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. આ વર્ષે પણ ઘણા સેલેબ્સે લગ્ન કર્યા છે

સેલિબ્રિટીઓ અવારનવાર પોતાના સંબંધોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. આ વર્ષે પણ ઘણા સેલેબ્સે લગ્ન કર્યા છે અને કેટલાકે પોતાના સંબંધો તોડી નાખ્યા છે. હવે અમે તમને જણાવીએ કે વર્ષે 2024માં કઈ સેલિબ્રિટીના લગ્ન તૂટી ગયા છે અને કોનું બ્રેકઅપ થયું છે.
બોલિવૂડ સેલેબ્સનું બ્રેકઅપ અને ડિવોર્સ
આ વર્ષે ઘણા બોલિવૂડ સેલેબ્સનું દિલ તૂટ્યું છે. કેટલાકે તેમના 29 વર્ષ જૂના લગ્નજીવનના સંબંધને તોડી નાખ્યો છે તો કેટલાક લગ્નની પ્રથમ વર્ષગાંઠ પહેલા જ અલગ થઈ ગયા છે.
હાર્દિક પંડ્યા અને નતાશા
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે પણ આ વર્ષે લગ્નેતર સંબંધમાંથી અલગ થવાની જાહેરાત કરી હતી. જો કે હજુ ગયા વર્ષે જ બંનેએ સાત ફેરા ફરીને બીજા લગ્ન કર્યા હતા જેમાં તેમનો પુત્ર પણ સામેલ હતો.
આ પણ વાંચો : બે કોમેડિયનના અપહરણની એક જ વાર્તા, શું છે સત્ય? મુંબઈ, મેરઠ અને બિજનૌર પોલીસ લાગી તપાસમાં
એશા દેઓલ અને ભરત
ભારતીય સિને જગતમાં 'હિ-મેન'થી જાણીતા એવાં ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે પણ આ વર્ષે ભરત તખ્તાની સાથે લગ્નજીવન ટુંકાવવાની જાહેરાત કરી છે. તેમણે 11 વર્ષ જૂના લગ્ન તોડી હવે બંને પોતાની જીંદગી સ્વતંત્ર રીતે જીવવા માંગે છે.
અર્જુન કપૂર અને મલાઈકા
ઘણા વર્ષો સુધી લીવ ઈન રિલેશનશીપમાં સાથે રહેલા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું પણ આ વર્ષે બ્રેકઅપ થઈ ગયું છે. આ યુગલ પ્રેમસંબંધમાં બંધાયા પછી અવારનવાર તેમની પ્રેમકહાનીને લઈને સમાચારમાં આવતું રહેતુ હતું. પરંતુ સિંઘમ અગેઇનના પ્રમોશન દરમિયાન અર્જુને પોતે સિંગલ હોવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : 25 વર્ષે ભારત આવેલી આ બોલિવુડ હિરોઈનની ગજબ છે લવ સ્ટોરી!
દલજીત કૌર
ટીવી અભિનેત્રી દલજીત કૌરના લગ્નને આ વર્ષે એક વર્ષ થવા જઈ રહ્યું હતું, પરંતુ લગ્નની પ્રથમ વર્ષગાંઠ પહેલા જ તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. લગ્ન બાદ કેન્યા શિફ્ટ થઈ ગયેલી દલજીત તેના પતિને છોડીને હવે તેના પુત્ર સાથે મુંબઈમાં છે.
ઈશા કોપ્પીકર
બોલીવુડ અભિનેત્રી ઈશા કોપ્પીકરે 2009માં બિઝનેસમેન ટીમી નારંગ સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ વર્ષે બંને અલગ થઈ ગયા છે. જોકે, બંને પોતાની દીકરીનો ઉછેર સાથે કરશે.
ઉર્મિલા માતોંડકર અને મોહસીન
ભારતની જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીરના છૂટાછેડાના સમાચાર પણ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને કોર્ટની બહાર જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
આ પણ વાંચો : ફિલ્મ માટે જીવતા હાડપિંજરમાં ફેરવાઈ ગયો અભિનેતા, ટ્રાંસફોર્મેશન જોઈ ચાહકો થઈ ગયા સ્તબ્ધ
એ આર રહેમાન
સિંગર એઆર રહેમાને વર્ષ 1995માં સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ વર્ષે જ બંને પોતાના 29 વર્ષના લગ્નસંબંધમાંથી છુટા પડી ગયા છે. જ્યારે તેમનો સંબંધ તૂટવાની વાત બહાર આવી ત્યારે ચાહકો પણ ચોંકી ગયા હતા.








