VIDEO: નવા વિવાદમાં સપડાયો ગોવિંદા, વીડિયો જોયા બાદ ફેન્સ કરી રહ્યા છે ટ્રોલ
બોલિવૂડના હીરો નંબર-1 ગોવિંદાના અનેક ફેન્સ છે. તેઓ બોલિવૂડના ફેન્સની ફેવરિટ લિસ્ટમાં આવે છે. અ

બોલિવૂડના હીરો નંબર-1 ગોવિંદાના અનેક ફેન્સ છે. તેઓ બોલિવૂડના ફેન્સની ફેવરિટ લિસ્ટમાં આવે છે. અભિનેતાને જોવા માટે તેના ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે. પરંતુ આ વખતે તેની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને ફેન્સ તેનાથી નારાજ છે અને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેમના ગુસ્સાનું કારણ એ છે કે, ગોવિંદા આ પોસ્ટમાં ચર્ચમાં નજર આવી રહ્યો છે.
ગોવિંદા થયો ટ્રોલ
ગોવિંદાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તે ઈશુ મસીહા સામે પ્રાર્થના કરતો નજર આવી રહ્યો છે. આ પોસ્ટ જોઈને ફેન્સ તેનાથી નારાજ થયા છે. ગોવિંદાનું મંદિર છોડીને ચર્ચમાં જવું યુઝર્સને નારાજ કરી રહ્યું છે. હવે આ પોસ્ટ પર યુઝર્સ અનેક કોમેન્ટ કરી રહ્યા છે.
https://www.instagram.com/reel/C8o1WffM_F_
એક યુઝરે લખ્યું કે, તમે ઈશુ મસીહાની નહીં પરંતુ કૃષ્ણની શરણમાં જાઓ. બીજા એક યુઝરે લખ્યું કે, તમારું નામ ગોવિંદા છે જે કૃષ્ણ ભગવાનનું છે પરંતુ તમે ભક્ત કોઈ બીજા ધર્મના છો. બીજી તરફ કેટલાક ફેન્સ તેના સપોર્ટમાં આવ્યા છે અને તેમણે લખ્યું કે, બોલિવૂડની આ જ ખાસિયત છે કે તેમાં કોઈ પણ ધર્મ સાથે ભેદભાવ નથી થતો. ગોવિંદા હાલ પોતાના ખુદના OTT એપ પર કામ કરી રહ્યો છે. તેણે ‘ફિલ્મી લટ્ટૂ’ નામથી એક એપ શરૂ કરી છે. આ એપ પર ફેન્સ એક્ટરની ફિલ્મો જોઈ શકશે. તેના માટે 149 રૂપિયાનું સબસ્ક્રિપ્શન લેવું પડશે.




