મલાઈકા અરોરાએ તેના પૂર્વ પતિ પર સાધ્યું નિશાન, જવાબમાં અરબાઝ ખાને કહ્યું...
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ભલે લાંબા રિલેશનશિપ પછી અલગ થઈ ગયા હોય, પરંતુ બંને હજુ પણ

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ભલે લાંબા રિલેશનશિપ પછી અલગ થઈ ગયા હોય, પરંતુ બંને હજુ પણ એટલી જ સુંદર રીતે મળે છે. આ બંને ઘણીવાર તેમના દીકરા સાથે જાહેરમાં જોવા મળે છે. જોકે, મલાઈકા અને અરબાઝ જાહેરમાં એકબીજા વિશે વાત કરતા શરમાતા હતા. તાજેતરમાં અભિનેત્રી તેના દીકરાના પોડકાસ્ટ શો ‘ડમ્બ બિરયાની’માં જોવા મળી હતી. આ દરમિયાન તેમણે ઘણા મુદ્દાઓ પર ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ દરમિયાન મલાઈકાએ તેના પૂર્વ પતિ અરબાઝ ખાન પર પણ ટિપ્પણી કરી હતી. હવે અરબાઝે મલાઈકાની કોમેન્ટનો જવાબ આપ્યો છે.
આ પણ વાંચોઃ એક્શન અને કોમેડી બાદ હવે હોરર ફિલ્મમાં નસીબ અજમાવશે અક્ષય કુમાર, ફરી એકવાર આ ડાયરેક્ટર સાથે કરશે કામ
'હું કોઈ પ્રકારનો વિવાદ કરવા માગતો નથી'
અરહાન ખાનના પોડકાસ્ટ ‘ડમ્બ બિરયાની’ના બે એપિસોડ આવી ગયા છે. પહેલા એપિસોડમાં અરબાઝ તેના ભાઈ સોહેલ ખાન સાથે આવ્યો હતો, જ્યારે બીજા એપિસોડમાં મલાઈકા અરોરા આવી હતી. આ દરમિયાન મલાઈકાએ કહ્યું હતું કે, 'તે ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. આ ટિપ્પણી વિશે અરબાઝે કહ્યું કે, તેણે આ વિશે સાંભળ્યું છે અને મલાઈકાને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે. તેણે એમ પણ કહ્યું કે, ચેટ ઈન્ટરેસ્ટિંગ હતી અને તે કોઈ પણ વિવાદ કરવા માગતો નથી.
ગંભીર થવાની જરૂર નથી
એક ઈન્ટરવયૂમાં અરબાઝ ખાને કહ્યું, 'જુઓ, આ એક મા-દીકરા વચ્ચેની વાતચીત છે. આ તેમનો અભિપ્રાય હતો અને મને લાગે છે કે, તેમને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે. હા, તેઓને લાગતું હશે કે, હું અમુક પાસાઓ પર નિર્ણય લેવામાં અસમર્થ છું. અરબાઝે કહ્યું, 'મેં તે ઈન્ટરવ્યુ સાંભળ્યો, તેણે એમ પણ કહ્યું હતું કે, મારા વિચારો ખૂબ જ સ્પષ્ટ છે, હું તે માનું પણ છું, પરંતુ વધારે વિચારવા અને તેના વિશે ગંભીર બનવા જેવું કંઈ નથી.'
મલાઈકાએ અરહાનના સવાલોના જવાબ આપ્યા
ઉલ્લેખનીય છે કે, ‘ડમ્બ બિરયાની’ સેશન દરમિયાન અરહાને મલાઈકાને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. જેમાંથી એક અરબાઝની તે વાતો હતી, જે મલાઈકાને પસંદ અને નાપસંદ હતી. આના જવાબમાં મલાઈકાએ કહ્યું, 'તારું વર્તન બિલકુલ તેના જેવું છે. જોકે, તે ખૂબ આકર્ષક નથી. તું પણ તેમના જેમ નિર્ણયો નથી લઈ શકતો, જે મને પસંદ નથી. તમે નક્કી નથી કરી શકતા કે, તમને કયા કલરનો શર્ટ પસંદ છે, તમે કયું ફૂડ ખાવા માગો છો.
અરબાઝ-મલાઈકાનું અંગત જીવન
અરબાઝ-મલાઈકાની વાત કરીએ તો બંનેએ 1998માં લગ્ન કર્યા હતા અને 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બંને ઓફિશિયલી 2017માં અલગ થઈ ગયા હતા. મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે જ્યારે અરબાઝ ખાને શુરા ખાન સાથે લગ્ન કર્યા છે. બંનેએ ડિસેમ્બર 2023માં અર્પિતા ખાનના ઘરે લગ્ન કર્યા હતા.








