મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: ઐશ્વર્યા રાયથી રેમ્પ પર થઈ ચૂક છતાં ઓછો ના થયો કોન્ફિડન્સ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા

'પેરિસ ફેશન વીક' મેગા ઈવેન્ટમાં ભારતીય એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને ઐશ્વર્યા રા

VIDEO: ઐશ્વર્યા રાયથી રેમ્પ પર થઈ ચૂક છતાં ઓછો ના થયો કોન્ફિડન્સ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા

'પેરિસ ફેશન વીક' મેગા ઈવેન્ટમાં ભારતીય એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને ઐશ્વર્યા રાય બંને સાથે જોવા મળ્યા હતા. બંને એક જ બ્રાન્ડના શોનો ભાગ હોવા છતાં બંને ખૂબ જ અલગ દેખાતા હતા. લોકોને ઐશ્વર્યા રાયની સ્ટાઈલ પસંદ આવી. ઐશ્વર્યા રાયે પેરિસ ફેશન વીકમાં રેમ્પ પરએથિકલ રેડી-ટુ-વેર ફ્રેન્ચ બ્રાન્ડ મોસીનું લાલ બબલ હેમ ગાઉન પહેર્યું હતું. આ આઉટફિટમાં તે એકદમ રોયલ અને ગ્રેસફુલ લાગી રહી હતી. એટલું જ નહીં, ઐશ્વર્યા રાયની સ્ટાઇલિશ અંદાજ લોકોનો ખૂબજ પસંદ આવ્યો હતો. રેમ્પ વોક પણ દિલ જીતી લેનારું હતું. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રેમ્પ વોક દરમિયાન એક નાનકડી ભૂલ દેખાઈ રહી છે.

હકિકતમાં ઐશ્વર્યા રાયના રેડી-ટુ-વેર બ્રાન્ડ મોસીનો લાલ બબલ હેમ ગાઉન સાથે બ્રાન્ડની ટેગલાઇન લખેલી ટેઈલ હતી.  જ્યારે ઐશ્વર્યા રાય ખૂબ લાંબા ગાઉન સાથે રેમ્પ પર ચાલી ત્યારે ઘણાં લોકો એ ગાઉનની લાંબી ટેઈલને ઉંચકતા અને ઠીક કરતા જોવા મળ્યા હતા. ઐશ્વર્યા કોઈ પણ ટેકા વિના રેમ્પ પર આગળ વધી ત્યારે તેની એ ગાઉનની ટ્રેઈલ પડી ગઈ. પરંતુ ઐશ્વર્યા સહેજ પણ નવર્સ ના થઈ, ના અચકાઈ કે ન તો તેના ચહેરા પર કોઈ ચિંતાના વાદળ જોવા મળ્યા હતા. 

રેમ્પ વોક કરીને પરત ફરતા તેણીએ જાતે બ્રાન્ડ ટેગલાઈન વાળી ટેઈલને ગાઉન ઉપર ફીટ કરીને ફરીથી આગળ વધી. બ્રાન્ડની ટેગલાઇનને સંપૂર્ણ રીતે દર્શાવી. રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યાએ દર્શાવેલ કોન્ફિડન્સની પ્રશંસા થઈ રહી છે. 


આ વીડિયો જોયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી છે. એક વ્યક્તિએ કહ્યું, 'ઐશ્વર્યાની સેન્સ સામે કોઈ કમી ટકી ના શકે.' એક વ્યક્તિએ લખ્યું કે, 'ઐશ્વર્યાનું સૌથી ખરાબ પરફોર્મન્સ પણ નવોદિતના શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સારું છે.' જ્યારે એક વ્યક્તિએ લખ્યું કે, 'ઐશ્વર્યા અસલી બ્યુટી ક્વીન છે.' તેના આત્મવિશ્વાસના વખાણ કરતા એક વ્યક્તિએ કહ્યું, 'એટલે જ તે બ્યુટી વિથ બ્રેઈન છે.'

જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાયને હાલમાં જ 'પોનિયિન સેલ્વન 2' બેસ્ટ એક્ટ્રેસ ક્રિટીક્સ SIIMA 2024 એવોર્ડથી નવાજવામાં આવી છે. અભિનેત્રી છેલ્લીવાર આ ફિલ્મમાં ચિયાન વિક્રમ સાથે જોવા મળી હતી. થોડા દિવસ પહેલા ઐશ્વર્યા રાય પણ તેના લગ્ન જીવનને લઈને ચર્ચામાં રહી હતી. પરંતુ લગ્નની વીંટી ફ્લોન્ટ કરીને અલગ થવાની અફવાઓ ફેલાવનારાની ચૂપ્પી કરાવી દીધી. 

આ સમાચાર શેર કરો