મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બ્રેકઅપ બાદ પણ અર્જુન કપૂરે નિભાવી પોતાની ફરજ, મલાઈકા અરોરા સાથે ઉભો રહ્યો પહાડની જેમ

11 સપ્ટેમ્બરની સવારે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ખર

બ્રેકઅપ બાદ પણ અર્જુન કપૂરે નિભાવી પોતાની ફરજ, મલાઈકા અરોરા સાથે ઉભો રહ્યો પહાડની જેમ

11 સપ્ટેમ્બરની સવારે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી અને મોડલ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રામાં પોતાના ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ મુંબઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અનિલ અરોરાએ ખરેખર આત્મહત્યા કરી છે કે કેમ તે અંગે મુંબઈ પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. અન્ય કોઈ એંગલ પણ સામે આવી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી. મલાઈકા અરોરાના પિતાના નિધન બાદ અરબાઝ ખાન સૌથી પહેલા સ્થળ પર પહોંચ્યો હતો. આ પછી મલાઈકા અરોરા અને તેનો એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સ્થળ પર પહોંચ્યા હતા.

અર્જુન કપૂર મોડી રાત સુધી મલાઈકા અરોરા સાથે મજબૂત રીતે ઊભો રહ્યો. આ પછી તેણે એક્સ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરાને ગઈકાલે રાત્રે ઘરે મૂકી દીધી હતી. આવી સ્થિતિમાં મલાઈકા અરોરા સાથે મજબૂતીથી ઉભા રહેવા માટે લોકોએ અર્જુન કપૂરના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું, 'આજે અર્જુન કપૂરે દિલ જીતી લીધું છે.'

https://www.instagram.com/viralbhayani/reel/C_xQC-goWuQ

https://www.instagram.com/viralbhayani/reel/C_yZzPBMWeW

https://www.instagram.com/reel/C_zt6zTJqG4

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થઈ ગયું છે. બંનેએ વર્ષ 2018થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, મલાઈકા અને અર્જુન હજુ પણ સાથે છે. જ્યારે તેના પિતાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા પુણેમાં હતી. પિતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ મલાઈકા અરોરા તરત જ મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ હતી. આ દરમિયાન અનન્યા પાંડે, કરીના કપૂર, સૈફ અલી ખાન, સલમાન ખાનનો પરિવાર અને કરિશ્મા કપૂર સહિત ઘણા સેલેબ્સ સ્થળ પર પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો