મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

20 વર્ષ જૂનો ઝઘડો ભૂલી ગળે મળ્યા ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત, વાયરલ થયો બંનેનો VIDEO

ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત બે દાયકા જૂનો ઝઘડો ભૂલીને જાહેરમાં એકબીજાને પ્રેમપૂર્વ

20 વર્ષ જૂનો ઝઘડો ભૂલી ગળે મળ્યા ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત, વાયરલ થયો બંનેનો VIDEO

ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત બે દાયકા જૂનો ઝઘડો ભૂલીને જાહેરમાં એકબીજાને પ્રેમપૂર્વક ગળે મળતા તેમના ચાહકો ખુશ થઈ ગયા હતા. બંનેની કેરિયરની માઈલસ્ટોન સમાન ફિલ્મ ‘મર્ડર’ના શૂટિંગ વખતે જ તેમની વચ્ચે તકરાર થઈ હતી.

ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં આ બંને કલાકારો એકઠા થઈ ગયા હતા અને એકમેકને જોઈ ઉમળકાથી ભેટી પડયા હતા. આ વીડિયો બહુ વાયરલ થયો છે. બંનેએ હસતા મુખે ફોટોગ્રાફરને પોઝ પણ આપ્યો હતો.

‘મર્ડર’ની જોડીના રિયુનિયનને ચાહકોએ પણ વધાવ્યું હતું. કેટલાય ચાહકોએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે હવે આ જોડીએ ફરી સાથે ફિલ્મો કરવી જોઈએ.

2021ના એક ઇન્ટરવ્યુમાં મલ્લિકાએ તેમની તકરારને બાલીશ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, અમે બંનેએ મર્ડર ફિલ્મ દરમિયાન અને પછી વાતચીત જ ન હતી કરી. મને હવે લાગી રહ્યું છે કે, તે સાવ બાળક જેવું વર્તન હતું. અમારા વચ્ચે ગેરસમજ થઈ હતી અને અમે વાતચીત બંધ કરી દીધી હતી.

‘મર્ડર’ ફિલ્મ પછી ઈમરાન હાશ્મીને સિરિયલ કિસરનો ટેગ મળ્યો હતો. તે પછી તેણે સંખ્યાબંધ રોમાન્ટિક ફિલ્મો કરી હતી. જોકે, તે ક્યારેય મેઈન સ્ટ્રીમનો સકસેસફૂલ કમર્શિઅલ સ્ટાર બની શક્યો ન હતો. જોકે, હવે તેણે એક્શન હિરો તરીકે પોતાની જાતને ટ્રાન્સફોર્મ કરી છે.

બીજી તરફ મલ્લિકા શેરાવત ‘મર્ડર’ ફિલ્મના બેહદ બોલ્ડ દૃશ્યોને કારણે જાણીતી થઈ હતી પરંતુ તે જ ઈમેજ તેને નડી હતી. નિર્માતાઓ તેને એકસરખા રોલમાં જ કાસ્ટ કરવા ઈચ્છતા હતા. ધીમે ધીમે તેને કામ મળતું જ બંધ થઈ ગયું હતું.

આ સમાચાર શેર કરો