Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Emmy Awards 2025: Owen Cooper wins Emmy for 'Adolescence', 'The Studio' wins 13 awards

Emmy Awards 2025: 15 વર્ષના ઓવન કૂપરે 'એડોલસન્સ' માટે એમી જીતી બનાવ્યો રેકોર્ડ, 'ધ સ્ટુડિયો'એ જીત્યા 13 એવોર્ડ

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Emmy Awards 2025: 15 વર્ષના ઓવન કૂપરે 'એડોલસન્સ' માટે એમી જીતી બનાવ્યો રેકોર્ડ,  'ધ સ્ટુડિયો'એ  જીત્યા 13 એવોર્ડ
સોર્સ : GSTV

77મા એમી એવોર્ડ્સમાં 'ધ સ્ટુડિયો'એ 13 ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો. 'સેવરન્સ'એ પણ અનેક પુરસ્કારો જીત્યા. 15 વર્ષના ઓવન કૂપરે નેટફ્લિક્સની સિરીઝ 'એડોલસન્સ' માટે આઉટસ્ટેન્ડિંગ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતીને સૌથી નાની ઉંમરના વિજેતા બનવાનો રેકોર્ડ બનાવ્યો. 

App Store

લોસ એન્જલસમાં યોજાયેલા 77મા એમી એવોર્ડ્સનો ધમાકેદાર આરંભ થયો. આઇકોનિક પીકોક થિયેટરમાં સ્ટાર્સની મહેફિલ સજી હતી. અભિનેતા નેટ બાર્ગેટ્ઝે શોનું હોસ્ટિંગ કર્યું હતું. 'ધ સ્ટુડિયો'એ 13 ટ્રોફી જીતીને એમી એવોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો. આ શો એક જ સિઝનમાં સૌથી વધુ એવોર્ડ જીતનારી કોમેડી સિરીઝ બની.

'સેવરન્સ' એ પણ અનેક એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. આ શોની અભિનેત્રી બ્રિટ લોઅરે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો છે. જ્યારે ટ્રેમેલ ટિલમેનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ડ્રામા)નું સન્માન મળ્યું. સિરીઝ 'એડોલસન્સ'એ 8 એમી એવોર્ડ્સ જીત્યા.

ઓવન કૂપરે રચ્યો ઇતિહાસ 

આ વખતે એમી એવોર્ડ્સમાં 15 વર્ષના ઓવન કૂપરે ઇતિહાસ રચ્યો. તે અભિનયનો એવોર્ડ જીતનાર સૌથી નાની ઉંમરનો અભિનેતા બન્યો. તેણે નેટફ્લિક્સની સિરીઝ 'એડોલસન્સ'માં પોતાના શાનદાર કામ માટે આઉટસ્ટેન્ડિંગ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો. જેવો ઓવન કૂપર એવોર્ડ લેવા માટે સ્ટેજ પર આવ્યો, આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું. આ સન્માન માટે અભિનેતાએ પોતાના માતા-પિતા, કાસ્ટ અને ક્રૂનો આભાર માન્યો. આ જીત સાથે કૂપરે માઇકલ એ. ગૂર્જિયનનો રેકોર્ડ તોડ્યો, જેમણે 1994માં આ જ કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો. તે સમયે તેમની ઉંમર 23 વર્ષ હતી.

જીત બાદ ઓવન કૂપરે શું કહ્યું?

સોશિયલ મીડિયા પર ઓવનની સ્પીચ વાયરલ થઈ રહી છે. તેણે એવોર્ડ લીધા બાદ કહ્યું, "વર્ષો પહેલાં જ્યારે મેં ડ્રામા ક્લાસ શરૂ કર્યા હતા, ત્યારે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું અમેરિકામાં રહીશ. પરંતુ આજે મને લાગે છે કે જો તમે સાંભળો, ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો, તો જીવનમાં બધું જ હાંસલ કરી શકો છો. ત્રણ વર્ષ પહેલાં હું કંઈ નહોતો. આજે હું અહીં છું. બધું જ શક્ય છે."