Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Taylor Swift's engagement ring has a connection to India

Chitralok: Taylor Swift ની એંગેજમેન્ટ રિંગનું છે ભારત સાથે કનેક્શન

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Chitralok: Taylor Swift ની એંગેજમેન્ટ રિંગનું છે ભારત સાથે કનેક્શન
સોર્સ : Google

ઘણીવાર પ્રેમ કહાનીઓમાં ભવ્ય ચેષ્ટાઓ સામેલ હોય છે. ૨૬ ઓગસ્ટે ટેલર સ્વિફ્ટ અને એનએફએલ સ્ટાર ટ્રેવિસ કેલ્સએ સોશિયલ મીડિયા પર તેમની સગાઈની સત્તાવાર જાહેરાત કરી. તેમની પોસ્ટમાં રમૂજીપણે લખ્યું  હતું, 'તમારી અંગ્રજી ટીચર અને તમારા જીમ ટીચર લગ્ન કરી રહ્યા છે.' આમ તો તેમની સગાઈની જાહેરાત જ સમગ્ર સોશિયલ મીડિયામાં ઉત્સુક્તા ફેલાવવા પૂરતી હતી, પણ અન્ય એક વિગત પણ સ્પોટલાઈટમાં આવી છે. આ છે ટેલરની ઝગમગાટ કરતી સગાઈની વીંટી, જે એક એવો માસ્ટરપીસ છે જેમાં કારીગરી અને ઈતિહાસનું મિશ્રણ છે.

App Store

ગ્રેમી વિજેતા ગાયિકાનો અસાધારણ સગાઈની વીંટી પહેરેલો ફોટોગ્રાફ ઝડપવામાં આવ્યો હતો, જે વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર એક પ્રાચીન ખાણમાંથી મેળવાયેલો શાનદાર કટવાળો હીરો છે જેને ક્યારેક લાંબો એન્ટીક કુશન હીરો પણ કહેવામાં આવે છે. ૧૮ કેરેટના પીળા સોનેરી બેન્ડ પર બેસાડવામાં આવેલી આ વીંટી પર હાથે કોતરેલી કારીગરી છે જે આ દુર્લભ વીંટીમાં એક વ્યક્તિગત વિન્ટેજ આકર્ષણ જન્માવે છે. વીંટીની ડિઝાઈન નક્કી કરવા ન્યુ યોર્ક સ્થિતિ જ્વેલરી ડિઝાઈન વિશેષજ્ઞને નિયુક્ત કરવામાં આવ્યા હતા જેથી વીંટી ટેલર જેટલી વિશિષ્ટ બને. લગભગ પાંચ લાખ ડોલરથી વધુ કિંમતની આ વીંટી આભુષણથી વિશેષ છે, તે ટ્રેવિસના વ્યક્તિત્વ અને પ્રેમ પ્રત્યેના સમર્પણનું પ્રતીક પણ છે.

સ્વિફ્ટની વીંટીને વધુ રસપ્રદ બનાવે છે તેનું ભારત સાથેનું જોડાણ. આ વીંટીના મૂળ ૧૮ અને ૧૯માં સદીમાં છે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ અગાઉ ભારત વિશ્વમાં હીરાનો મુખ્ય સ્રોત હતું. હાલના આંધ્રપ્રદેશમાં આવેલો ગોલકોન્ડા વિસ્તાર વિશ્વના સૌથી મહત્વના રત્નોની ખાણ હતું. આ વિરાસતને ધ્યાનમાં રાખીને એવી પૂરી શક્યતા છે કે ટેલરની સગાઈની વીંટીમાં ભારતીય મૂળનો હીરો હોઈ શકે.