Chitralok: અભિષેક બચ્ચન શા માટે લે છે બાળકોની સલાહ?  

આજે સિનિયર અભિનેતા બની ચૂકેલો અભિષેક કહે છે, એક એક્ટર તરીકે તમારે તમારી જાતને સતત પડકારવી જોઇએ. તમ

Chitralok: અભિષેક બચ્ચન શા માટે લે છે બાળકોની સલાહ?  

આજે સિનિયર અભિનેતા બની ચૂકેલો અભિષેક કહે છે, એક એક્ટર તરીકે તમારે તમારી જાતને સતત પડકારવી જોઇએ. તમારે રાત્રે સુતાં પહેલાં યાદ કરી લેવું જોઇએ કે તમે આવતીકાલે સીન કેવી રીતે ભજવશો. મને એવું લાગે છે કે આ રીતે શીખેલી બાબતો એકદમ અંગત હોય છે અને તેના વિશે હમેશા જાહેરમાં બોલવાની જરૂર હોતી નથી.  

ફિલ્મ ઉદ્યોગમાં શું પરિવર્તન થવા જોઇએ તેવા સવાલનો ફિલોસોફિકલ જવાબ આપતાં અભિષેક કહે છે, દરરોજ તમારે આંતરદર્શન કરવું જોઇએ કે તમે આગલાં દિવસની સરખામણીમાં આજે શું બહેતર કર્યું? હું હજી શું સારું કરી શકું? આમ કરીએ તો સતત સુધારો થતો રહેશે. પણ જીવનમાં સારું-ખરાબ બને બનતું જ રહે છે પણ મને એ વાતનો આનંદ છે કે ૨૫ વર્ષ પછી પણ હું હજી કામ કરી રહ્યો છું. દરેક ઉંમરે સફળતાના માપદંડ અલગ અલગ હોય છે. તમારી આંતરિક શાંતિ, આરોગ્ય અને તમારો પરિવાર એ સફળતાનો બહેતર માપદંડ ગણાય. જો તમે આખો દિવસ કામ કરી રાતે આરામથી સૂઇ શકો છો તો તમે સફળ છો. 

જાહેરાત

આજની પેઢી એટલી બધી સ્માર્ટ છે કે તેને તમારી સલાહની કોઇ જરૂર રહી નથી. આ એકદમ બુદ્ધિશાળી પેઢી અનુભવથી ઘડાઇને ઓર બહેતર બનશે. હું તેમને સલાહ આપતો નથી પણ તેમની પાસેથી સલાહ લઉં છું. 'કાલિધર લાપતા' નામની ફિલ્મમાં મેં  દૈવિક બઘેલા નામના ચાઇલ્ડ આર્ટિસ્ટ સાથે કામ કર્યું ત્યારે તેમના પ્રોફેશનલીઝમને જોઇ હું ચક્તિ થઇ ગયો. મધ્યપ્રદેશના ભોપાળનો છે અને તે થિયેટરમાં પણ સક્રિય છે. તે એટલો પ્રોફેશનલ છે કે તમને માનવામાં પણ ન આવે કે તમે દસ વર્ષના બાળકલાકાર સાથે કામ કરો છો. તે જાણે વર્ષોથી એક્ટિંગ કરતો હોય એમ સહજ રીતે એક્ટિંગ કરે છે. તેનું નિરીક્ષણ કરી હું ઘણું શીખ્યો છું. હું ખરેખર એમ માનું છું કે કેમેરાની સામે બધાં એકસમાન હોય છે. પછી ભલેને તમે ૨૫ વર્ષથી એક્ટિંગ કરતાં હો કે પચીસ દિવસથી એક્ટિંગ કરતાં હો..

સહી બાત! 

આ સમાચાર શેર કરો

જાહેરાત