Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : What did Sonu Nigam say about the ban on Pakistani artists?

Chitralok: પાકિસ્તાની કલાકારો પર મુકવામાં આવેલા પ્રતિબંધ વિશે Sonu Nigam એ શું કહ્યું?

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Chitralok: પાકિસ્તાની કલાકારો પર મુકવામાં આવેલા પ્રતિબંધ વિશે Sonu Nigam એ શું કહ્યું?
સોર્સ : GSTV

સોનુ નિગમ અદ્ભૂત ગાયક તો છે, સાથોસાથ એક બુદ્ધિશાળી વ્યક્તિ પણ છે. થોડા દિવસ પહેલાં જ તેણે ભારતીય સંગીતના વિકાસશીલ લેન્ડસ્કેપ વિશે ઘણી વાતો કરી છે. અને તેની સાથોસાથ પોતાના વિચારો પણ જણાવ્યા છે. આદર અને કલાત્મક સ્વતંત્રતાના ગહન વિષયોને તે શા માટે માને છે તે અંગે વાતો કરતાં સોનુ નિગમે જણાવ્યું હતું કે કલાના નામે દરેક સીમા ઓળંગી શકાતી નથી. આ તદ્નન સાચી વાત છે. અને તેણે અત્યંત ગંભીરતાથી કહી છે.

App Store

તાજેતરમાં જ 'પરમ સુંદરી' ના ગીત માટે સોનુને અદ્ભૂત રિસ્પોન્સ મળ્યો તેનાથી સોનુ ખુશખુશાલ છે અને આ વાતને પ્રતિબિંબિત કરતાં સોનુ કહે છે, 'હું કૃતજ્ઞતાથી ખરેખર આસું સારી રહ્યો હતો. આ સાથે જ સોનુ શેર કરે છે. 'મારો અવાજ સિદ્ધાર્થ (મલ્હોત્રા) ના ચહેરા પર એટલો સારી રીતે બંધબેસતો હતો કે મને તો લાગ્યું કે તે તો મારા અવાજમાં જ ગાઈ રહ્યો છે. આ પછી સોનુ સાથેની વાતચીત  વૈશ્વિક સ્તરે ગાયેલા સહયોગ અંગે થઈ. આ સંદર્ભે સોનુ કહે છે, ' એક એવી વસ્તુ  જે ગાયકે ટ્રેન્ડ બનતાં પહેલા જ અપનાવી લીધી હતી. બ્રિટની સ્પિયર્સ  અને એવિસી જેવી આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ સાથે કામ કર્યા પછી, તે યાદ કરે છે કે શરૂઆતના પ્રયાસો કેવી રીતે ખચકાટનો સામનો કરવો પડયો હતો. 'તે  સમયે ભારત તેના માટે ખુલ્લું નહોતું. બંને તરફથી વિરોધ થયો હતો, જેમાં બોલીવૂડના ચાહકો અને ઈડીએમના વફાદારોનો સાવેશ થાય  છે, પણ હવે તો સમગ્ર બાબત જ બદલાઈ ગઈ છે. આપણે બધા ફેરફારની ઉજવણી કરી રહ્યાં છીએ,' એમ સોનુએ ઉમેર્યું હતું.  

ભારત દ્વારા પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવાના વિવાદાસ્પદ મુદ્દા પર સોનુએ લાક્ષણિકતા પ્રામાણિકતા સાથે કહ્યું હતું કે 'હું ૨૦૦૪ કરાંચીમાં યોજાયેલા કોન્સર્ટને યાદ કરુ છુ જે બોમ્બધડાકાથી વિક્ષેપિત થયો હતોઅને જ્યારે આ ઘટનાને પાછળથી હળવામાં લેવામાં આવી હતી. જાણે કશું બન્યું જ નહીં હોય. એવું બધાને લાગ્યું હતું. આ ઘટનાથી મને ખૂબ જ પીડા થઈ હતી. ત્યાં અરાજકતા હતી, ગભરાટ હતો અને પ્રતિક્રિયા આપવા બદલ મારી મજાક ઉડાડવામાં આવી  હતી. આથી મને ખૂબ દુ:ખ  થયું. અને અપમાનિત લાગ્યું. આ ધડાકાને પગલે લશ્કરને બોલાવવામાં આવ્યું હતું. છતાં ઘણાંને મન આ કોઈ મોટી ઘટના જ નહોતી. જો કે અલી ઝફર જેવા પાકિસ્તાની કલાકારો સાથે મિત્રતા રાખી છે. સોનુએ કહ્યું, ' સમય જતાં  તેમના વિચારો બદલાયા છે. હું હમેશાં સરહદોની પેલે પારની કલામાં માનતો રહ્યો  છું. એ કલાને આદર આપતો રહ્યો છું, પણ હું દ્રઢપણે માનું છું કે, જહાં નહીં સન્માન, વહાં સે પ્રસ્થાન.'

સંગીતમાં એઆઈના આગમન અંગે જ્યારે સોનુ નિગમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો સોનુએ કહ્યું, 'એઆઈ તો માત્ર રિસાઈકલ કરે છે, તે એ જ કરી શકે છે તમે તમે એને ફીડ કરો છો. જો તમે નવું સર્જી શકશો તો તમારા પર એઆઈની કશી અસર નહીં થાય.'