મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

EDએ કરી એલ્વિશ અને ફાઝિલપુરિયાની સિસ્ટમ હેંગ, સ્નેક-રેવ પાર્ટી કેસમાં કરાશે મિલકત જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2 વિજેતા એલ્વિશ યાદવ અન

EDએ કરી એલ્વિશ અને ફાઝિલપુરિયાની સિસ્ટમ હેંગ, સ્નેક-રેવ પાર્ટી કેસમાં કરાશે મિલકત જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2 વિજેતા એલ્વિશ યાદવ અને પંજાબી ગાયક રાહુલ યાદવ ઉર્ફે ફાઝિલપુરિયાની મિલકતો જપ્ત કરશે. EDએ 5 સપ્ટેમ્બર, ગુરુવારે એલ્વિશ યાદવને ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું અને લગભગ 8 કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. એલ્વિશ યાદવ પર સાપ પહોંચાડવાનો આરોપ છે.

ED સિંગિંગથી થયેલી કમાણી પણ કરશે જપ્ત

લખનૌ સ્થિત ED ઓફિસમાં એલ્વિશ યાદવની પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફાઝિલપુરિયાના જે ગીત માટે એલ્વિશ પર સાપ પહોંચાડવાનો આરોપ છે તેનાથી 50 લાખ રૂપિયાથી વધુની કમાણી થઈ હતી. આ ગીતના ડિસ્ટ્રૂબ્યુશનની જવાબદારી મોહાલી સ્થિત કંપની સ્કાય ડિજિટલને આપવામાં આવી હતી. ED આ ગીતથી થયેલી કમાણીથી સંબંધિત મિલકતો જપ્ત કરશે. આ વર્ષે મે મહિનામાં, EDએ સાપના ઝેરના રેકેટમાં સામેલ મોટી રકમને ધ્યાનમાં રાખીને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PMLA) એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. અગાઉ, યાદવની 17 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, પાંચ દિવસ બાદ સ્થાનિક કોર્ટે તેને જામીન આપી દીધા હતા.

એલ્વિશ સામે શું નોંધાયેલ કેસ?

નોઈડા પોલીસ દ્વારા એલ્વિશ યાદવ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એલ્વિશે હંમેશા તેની સામેના આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા હતા. પોલીસે પણ તેની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળના આરોપો હટાવી દીધા હતા. પોલીસે કહ્યું હતું કે, તેમની ભૂલને કારણે આવું થયું છે.

કેમ ફેમસ છે એલ્વિશ યાદવ?

એલ્વિશ યાદવ એક સફળ યુટ્યુબર છે. તેના 1.5 કરોડ સબસ્ક્રાઇબર્સ છે. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેના ફેન્સકોની સંખ્યા લાખોમાં છે. એલ્વિશ યાદવ તેના મજબૂત હરિયાણવી ગીતો અને યુવાનોને આકર્ષે તેવી સામગ્રી માટે જાણીતો છે.

આ સમાચાર શેર કરો