દિશા પટણીએ જન્મદિવસ પર ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ, Kalki 2898 ADથી બતાવ્યો તેનો ફર્સ્ટ લુક
બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક દિશા પટણી આજે એટલે કે 13મી જૂને પોતાનો જન્મદ

બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક દિશા પટણી આજે એટલે કે 13મી જૂને પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે ઘણા સેલેબ્સ અને ફેન્સ દિશાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. હવે 'કલ્કી 2898 એડી'ના મેકર્સ અને દિશા પટણીએ જન્મદિવસના પ્રસંગે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. હા, 'કલ્કી 2898 એડી'ની ટીમે ફિલ્મની અભિનેત્રીનું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે.
'કલ્કી 2898 એડી'થી એક્ટ્રેસનો ફર્સ્ટ લુક આવ્યો સામે
આટલું જ નહીં, 'કલ્કી 2898 એડી'ના નિર્માતાઓએ ફિલ્મમાં દિશા પટણીના પાત્રનો પણ ખુલાસો કર્યો છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ 'રોક્સી'ના રોલમાં જોવા મળશે. પોસ્ટરમાં દિશા બ્લેક લેધરના આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ઘણા સેલેબ્સ પણ આ પોસ્ટર પર કોમેન્ટ કરી રહ્યા છે અને એક્ટ્રેસને અભિનંદન આપી રહ્યા છે. દિશાની બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટ્રેસ મૌની રોયે પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે.
પોસ્ટર પર કોમેન્ટ કરતા, મૌની રોયે લખ્યું - 'વાહ!', અને એક્ટ્રેસે હાર્ટ અને ફાયર ઇમોજી પણ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રભાસ અભિનીત ફિલ્મ 'કલ્કી 2898 એડી' આ વર્ષની મચ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં પ્રભાસથી લઈને અમિતાભ બચ્ચન, કમલ હસન અને દીપિકા પાદુકોણ જેવા મોટા સ્ટાર્સ જોવા મળવાના છે. ‘કલ્કી 2898 એડી’ નાગ અશ્વિનના નિર્દેશનમાં બની છે.






