મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: ટીવીની ‘સીતા’ બજરંગબલીની ભક્તિમાં થઈ મગ્ન, હાથ જોડીને ભજન કરતી જોવા મળી

રામાનંદ સાગરની 'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવીને ફેમસ થયેલી દીપિકા ચિ

VIDEO: ટીવીની ‘સીતા’ બજરંગબલીની ભક્તિમાં થઈ મગ્ન, હાથ જોડીને ભજન કરતી જોવા મળી

રામાનંદ સાગરની 'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવીને ફેમસ થયેલી દીપિકા ચિખલિયાએ હનુમાન જયંતિના અવસર પર સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દીપિકા ભગવાન બજરંગબલીની પૂજા-અર્ચના કરતી જોવા મળી રહી છે. આ પછી અભિનેત્રી ભગવાનની સામે હાથ જોડીને ભજન કરતી જોવી મળી છે.

હનુમાન જયંતિ પર સીતા બજરંગબલીની ભક્તિમાં થઈ મગ્ન

આ વીડિયો શેર કરતી વખતે દીપિકાએ કેપ્શનમાં લખ્યું- 'પવન પુત્ર હનુમાન કી જય, જય સિયા રામ'. ફેન્સને એક્ટ્રેસનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. હનુમાન જયંતિના અવસર પર દીપિકાનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. હાલમાં જ શેર કરવામાં આવેલ વીડિયોને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રામાનંદ સાગરના પૌરાણિક શો 'રામાયણ'ને 1987માં ડીડી પર પ્રસારિત થયાને 37 વર્ષ થઈ ગયા છે, પરંતુ તેમાં જોવા મળેલા સ્ટાર્સ આજે પણ તેમના પાત્રો માટે જાણીતા છે. અરુણ ગોવિલને આજે પણ ભગવાન રામ તરીકે અને દીપિકા ચિખલિયાને માતા સીતા તરીકે ઓળખવામાં આવે છે.

એક સમય હતો જ્યારે રામાયણ ટેલિવિઝન સીરિઝના દર્શકો વાસ્તવમાં રામ-લક્ષ્મણ-સીતાને ભગવાન તરીકે જોતા હતા. લોકો સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા અને રામાનંદ સાગરની રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને ભગવાન તરીકે પૂજતા હતા અને તેમના ચરણ સ્પર્શ પણ કરતા હતા.

આ સમાચાર શેર કરો