Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Did Netaji Subhash Chandra Bose really die in a plane crash? Must watch these films to know

શું ખરેખર નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું મોત પ્લેન ક્રેશમાં થયું હતું? જાણવા માટે આ ફિલ્મો જરુર જોવો

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
શું ખરેખર નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું મોત પ્લેન ક્રેશમાં થયું હતું? જાણવા માટે આ ફિલ્મો જરુર જોવો
સોર્સ : GSTV

આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 129મી જન્મજયંતી છે. દેશ માટે તેમણે જે બલિદાન આપ્યું છે, તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. સુભાષ ચંદ્ર બોઝના અમૂલ્ય યોગદાનને ફિલ્મો અને વેબ સીરીઝ દ્વારા પણ મોટા પડદા અને OTT પર દર્શાવવામાં આવ્યું છે. જાણો, એવી જ કેટલીક જાણીતી ફિલ્મો વિશે, જે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જીવન પર બની હતી અથવા તેનાથી પ્રેરિત હતી.

App Store

"તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ"- આ માત્ર એક સૂત્ર નહોતું, પરંતુ દેશના યુવાનોને આઝાદીની લડાઈમાં જોડાવા અને બ્રિટિશ શાસન સામે લડવા માટેનું આહ્વાન હતું. નેતાજીએ આપેલું આ સૂત્ર અને તેમનું જીવન આજે પણ ભારતીયોને પ્રેરણા આપે છે. આજે નેતાજીની 129મી જન્મજયંતી (23 જાન્યુઆરી 1897) છે. આ અવસરે જાણો એવી ફિલ્મો અને વેબ સીરીઝ વિશે જેમાં નેતાજીનો સંઘર્ષ અને બલિદાન દર્શાવવામાં આવ્યા છે.

સુભાષ ચંદ્ર (1966)

વર્ષ 1966માં પિયુષ બોઝ દ્વારા નિર્દેશિત બંગાળી ફિલ્મ 'સુભાષ ચંદ્ર' માં નેતાજીના જીવન અને યોગદાનને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેમના શરૂઆતના જીવન અને સ્વતંત્રતા આંદોલન તરફ વધતા તેમના કદમો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ: ધ ફોર્ગોટન હીરો (2004)

IndiaAt75: 'Doing a movie on a freedom fighter leaves a huge impact' | Tamil Movie News - Times of India

આ હિન્દી ફિલ્મનું નિર્દેશન શ્યામ બેનેગલે કર્યું હતું. ફિલ્મમાં નેતાજીની ભૂમિકા અભિનેતા સચિન ખેડેકરે ભજવી હતી. સુભાષ ચંદ્ર બોઝ પર બનેલી ફિલ્મોમાં આ સૌથી વધુ ચર્ચિત રહી છે. આ ફિલ્મને અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ વખાણવામાં આવી હતી.

ગુમનામી (2019)

Film Review: The Unknown (Gumnaami, 2019) by Srijit Mukherji

બંગાળી ફિલ્મોના પ્રખ્યાત ડાયરેક્ટર શ્રીજીત મુખર્જીએ વર્ષ 2019માં 'ગુમનામી' નામની ફિલ્મ બનાવી હતી. જેમાં પ્રોસેનજીત ચેટર્જીએ નેતાજીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં નેતાજીના ગુમ થઈ જવા અને તેમના નિધન અંગેના રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વેબ સીરીઝ 'બોઝ: ડેડ/અલાઇવ' (2017)

Movies Based On Subhas Chandra Bose

આ વેબ સીરીઝમાં રાજકુમાર રાવે નેતાજીની ભૂમિકા ભજવી હતી. આ સીરીઝ અનુજ ધરના પુસ્તક 'ઇન્ડિયાઝ બિગેસ્ટ કવર અપ' પર આધારિત હતી. તેમાં નેતાજીના મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો અને તેમના જીવનની ઝલક જોવા મળે છે.

સમાધિ (1950)

વર્ષ 1950માં આવેલી ફિલ્મ 'સમાધિ'માં અશોક કુમાર 'શેખર'ની મુખ્ય ભૂમિકામાં હતા. શેખર સુભાષ ચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મી (INA) નો હિસ્સો બનવા માંગે છે, જ્યારે તેનો મોટો ભાઈ બ્રિટિશ આર્મીમાં હોય છે. આ ફિલ્મ રમેશ સેગલે નિર્દેશિત કરી હતી.

વેબ સીરીઝ 'ધ ફોર્ગોટન આર્મી' (2020)

Patriotic Web Series: प्राइम वीडियो से लेकर जी5 पर ये वेब सीरीज जगा देंगी देशभक्ति की जज्बा, एक्शन सीन्स देखकर खड़े हो जाएंगे रोंगटे | The forgotten army bose dead ...

કબીર ખાન દ્વારા નિર્દેશિત આ સીરીઝ આઝાદ હિંદ ફોજના સૈનિકોના સંઘર્ષને દર્શાવે છે. કેવી રીતે નેતાજીની આ સેના બ્રિટિશ સૈન્યનો સામનો કરે છે તે આમાં બતાવવામાં આવ્યું છે. સની કૌશલ અને અન્ય કલાકારો આમાં ઓફિસરના રોલમાં જોવા મળ્યા હતા.

રાગ દેશ (2017)

તિગ્માંશુ ધુલિયા નિર્દેશિત આ ફિલ્મમાં આઝાદ હિંદ ફોજના ત્રણ અફસરો પર બ્રિટિશ સરકાર દ્વારા લાલ કિલ્લા પર ચલાવવામાં આવેલા ઐતિહાસિક મુકદ્દમાની વાર્તા છે. કુણાલ કપૂર, મોહિત મારવાહ અને અમિત સાધ આમાં મુખ્ય ભૂમિકામાં હતા.

અમી સુભાષ બોલચી (2011)

बोस डेड-अलाइव' से लेकर 'द फॉरगॉटन हीरो' में दिखी नेता जी की कहानी, सुभाष चंद्र बोस पर बनी ये फिल्में-सीरीज - Movies And Web Series Based On Subhas Chandra Bose Samadhi The

વર્ષ 2011માં આવેલી બંગાળી ફિલ્મ 'અમી સુભાષ બોલચી'માં એક સામાન્ય માણસ કેવી રીતે નેતાજીના વિચારોથી પ્રભાવિત થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં હતા અને મહેશ માંજરેકરે તેનું નિર્દેશન કર્યું હતું.