ધર્મેન્દ્રએ તેની બોમ્બેની પ્રથમ મુલાકાતનો ફોટો કર્યો શેર, ચાહકોએ તેમનો યુવાન લુક જોઈ કહ્યું...
સુપરસ્ટાર ધર્મેન્દ્ર 88 વર્ષની ઉંમરે પણ તેના ચકહોના દિલમા

સુપરસ્ટાર ધર્મેન્દ્ર 88 વર્ષની ઉંમરે પણ તેના ચકહોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આજે પણ તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ચાહકો માટે જૂની યાદો અને નવીનતમ અપડેટ્સ શેર કરે છે. ચાહકો પણ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર તેની પોસ્ટ અથવા ટ્વિટની રાહ જોતા જોવા મળે છે. આ દરમિયાન, હી મેન ધર્મેન્દ્રએ પોતાની એક સુંદર તસવીર શેર કરી છે, જે તે દિવસોની છે જ્યારે ધર્મેન્દ્ર પ્રથમ વખત બોમ્બે પ્રવાસ પર આવ્યા હતા અને તેઓ એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. આ તસવીર જોઈને ચાહકો પણ નજર હટાવી શકતા નથી અને સુંદર યુવાન ધર્મેન્દ્રના વખાણ કરતા થાકતા નથી, જેના કારણે આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.
X એટલે કે ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં ધર્મેન્દ્રએ એક ફોટો શેર કર્યો છે, જેમાં તે લાલ શર્ટ અને બ્લુ પેન્ટમાં સોફા પર બેઠેલો જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, મિત્રો, બોમ્બેની મારી પ્રથમ સફર... ફિલ્મફેરના ખર્ચે પહેલીવાર ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. આ સાથે તેણે હાથ જોડેલી એક ઈમોજી પણ શેર કરી છે.
આ પછી કમેન્ટ્સનો સિલસિલો શરૂ થયો અને નદીમ અહેમદ નામના યુઝરે એક જૂનો વીડિયો શેર કર્યો, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, નમસ્તે સર, કેટલીક વિસરાઈ ગયેલી યાદો. ફ્રન્ટિયર મેલ. જેના જવાબમાં તેણે લખ્યું, નદીમ તમે મારા વિશે ઘણું જાણો છો. આ સિવાય સુપરસ્ટારે 'હાર્ટ એન્ડ લવ યુ' લખીને ચાહકોને પ્રતિક્રિયા પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે સુપરસ્ટાર ધર્મેન્દ્ર કે જેઓ બોલિવૂડના એક્શન કિંગ તરીકે ઓળખાય છે. તેમણે 1960માં 'દિલ ભી તેરા હમ ભી તેરે'થી અભિનયની શરૂઆત કરી હતી.






