Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Dharmendra biography education punjab to mumbai journey

12મું પાસ કરીને મુંબઈ પહોંચ્યા ત્યારે ખિસ્સામાં હતા માત્ર 51 રૂપિયા, અભિનેતા બનવાના નિર્ણયથી નાખુશ હતા ધર્મેન્દ્રના પિતા

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
12મું પાસ કરીને મુંબઈ પહોંચ્યા ત્યારે ખિસ્સામાં હતા માત્ર 51 રૂપિયા, અભિનેતા બનવાના નિર્ણયથી નાખુશ હતા ધર્મેન્દ્રના પિતા
સોર્સ : Google

બોલીવૂડના 'હી-મેન' તરીકે ઓળખાતા ધર્મેન્દ્રની તબિયત ખરાબ ચાલી રહી છે. તેઓ છેલ્લા અનેક દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન અમે તમને તેમના જીવન વિશે કેટલીક વાતો જણાવીશું. ધર્મેન્દ્રનો જન્મ પંજાબના કપૂરથલા જિલ્લાના ફગવાડામાં કેવલ કિશન સિંહ દેઓલ અને સતવંત કૌરને ત્યાં એક જાટ શીખ પરિવારમાં થયો હતો. તેમના પિતા શાળામાં શિક્ષક હતા અને તેમના માતા ગૃહિણી હતા. તેમણે પોતાનું શરૂઆતનું જીવન સાહનેવાલ ગામમાં વિતાવ્યું હતું. ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ લુધિયાણા જિલ્લાના શાંત ગામ નસરાલીમાં થયો હતો.

App Store

ધર્મેન્દ્રએ લુધિયાણાના લાલટોન કલાનમાં સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ, તેઓ અભિનેતા બનવાના સ્વપ્ન સાથે મુંબઈ પહોંચ્યા હતા. તે સમયે તેમના ખિસ્સામાં ફક્ત 51 રૂપિયા હતા

1960માં પહેલી ફિલ્મ

ધર્મેન્દ્રએ 1960માં આવેલી ફિલ્મ "દિલ ભી તેરા હમ ભી તેરે" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ધીમે ધીમે પોતાની રોમેન્ટિક અને એક્શન ભૂમિકાઓથી દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું. 1960 અને 70ના દાયકામાં, 'શોલે', 'સીતા ઔર ગીતા', 'ચુપકે ચુપકે', 'ધરમવીર' જેવી ફિલ્મોએ તેમને સુપરસ્ટાર બનાવ્યા હતા. તેમના મજબૂત શરીર અને નમ્ર વ્યક્તિત્વને કારણે તેમને 'હી-મેન ઓફ બોલિવૂડ' ઉપનામ મળ્યું.

ધર્મેન્દ્રના પિતા અભિનેતા બનવાના તેમના નિર્ણયથી નાખુશ હતા

ધર્મેન્દ્રએ 2011માં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમના પિતા અભિનેતા બનવાના તેમના નિર્ણયથી નાખુશ હતા. તેમને ડર હતો કે જો તેઓ નિષ્ફળ જશે તો શું થશે. જોકે, તેમના માતાએ હંમેશા તેમને સાથ આપ્યો હતો.

ફ્લેટ અને ફિયાટ કારનું સપનું હતું

ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે તેઓ કેટલી કમાણી કરે છે તેની તેમને કોઈ પરવા નહતી. તેમણે કહ્યું, "મારું લક્ષ્ય ખૂબ જ સરળ હતું - ફ્લેટ અને ફિયાટ કાર. જ્યારે હું બોમ્બે આવ્યો, તે સમયે મુંબઈ આ નામથી જ જાણીતું હતું, ત્યારે મારી પાસે ફક્ત મારા સપના હતા. હું એક ગામડાનો અભણ રહેવાસી હતો, જેને અભિનયનું કોઈ જ્ઞાન નહતું. મારા સારા દેખાવને કારણે મને ફિલ્મોની ઓફર મળવા લાગી ત્યાં સુધી મને ખબર પણ નહતી કે હું સુંદર છું. જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મને સ્ટાર્સની જીવનશૈલી જોઈને ખરેખર આશ્ચર્ય થયું - પંજાબમાં મેં જે કલ્પના કરી હતી તેનાથી તે ખૂબ જ અલગ હતી."