ધનશ્રી વર્માએ રિસ્ટોર કર્યા યુઝવેન્દ્ર ચહલ સાથેના ફોટો! તસવીરો જોઈ યુઝર્સે કહ્યું- 'ઈર્ષ્યા થઈ રહી છે...'

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં પત્ની ધનશ્રી વર્મા સાથેના સંબંધોને લઈને સમાચારમાં છે. થોડા મહિના પહેલા જ એવા અહેવાલો આવ્યા હતા કે યુઝવેન્દ્ર અને ધનશ્રી વચ્ચે થોડી અણબનાવ છે અને પછી તેમના છૂટાછેડાના સમાચારે તેમના ફેન્સને ચોંકાવી દીધા હતા. ધનશ્રી અને યુઝવેન્દ્રએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી તેમના ફોટો પણ ડિલીટ કર્યા અને એકબીજાને અનફોલો કર્યા. પછી તેમના છૂટાછેડાના સમાચાર પણ સત્તાવાર બન્યા. પરંતુ, હવે ધનશ્રીએ કંઈક એવું કર્યું છે જેનાથી લોકો ચોંકી ગયા છે.
યુઝવેન્દ્રની આરજે મહવશ સાથેની તસવીરો વાયરલ થઈ
ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલ છેલ્લે ફેમિલી કોર્ટમાં સાથે જોવા મળ્યા હતા. આ પછી, બંને અત્યાર સુધી ક્યાંય સાથે નથી જોવા મળ્યા. રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ, ધનશ્રી યુઝવેન્દ્ર સાથે નહતી જોવા મળી, તેના બદલે આ ક્રિકેટર અન્ય છોકરી સાથે ભારત અને ન્યુઝીલેન્ડની મેચનો આનંદ માણતો જોવા મળ્યો હતો. યુઝવેન્દ્ર આરજે મહવશ સાથે ફાઈનલ જોતો જોવા મળ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો થવા લાગી અને હવે આ દરમિયાન ધનશ્રીએ યુઝવેન્દ્ર સાથેના તેના ડિલીટ કરેલા ફોટો રિસ્ટોર કરી દીધા છે.
ધનશ્રીએ યુઝવેન્દ્ર સાથેના ફોટો રિસ્ટોર કર્યા
ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના ફોટો રિસ્ટોર કર્યા છે અને આ વાત નેટીઝન્સ દ્વારા પણ નોંધવામાં આવી છે. યુઝર્સનો દાવો છે કે ધનશ્રીએ યુઝવેન્દ્રને આરજે મહવશ સાથે જોયા પછી આવું કર્યું છે. કેટલાક લોકો કહે છે કે, ચહલને મહવશ સાથે જોયા પછી ધનશ્રીને ઈર્ષ્યા થઈ રહી હતી, તેથી જ તેણે આવું કર્યું. જોકે, એ વાત અલગ છે કે હજુ પણ ધનશ્રી ચહલને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરી રહી અને ક્રિકેટર પણ તેને ફોલો નથી કરી રહ્યો.
ધનશ્રીએ કરી ક્રિપ્ટિક પોસ્ટ

તાજેતરમાં ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું, 'સ્ત્રીઓને દોષ આપવો હંમેશા ફેશનમાં રહ્યું છે.' ધનશ્રીની આ પોસ્ટે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું અને લોકોએ તેને યુઝવેન્દ્ર ચહલ અને મહવશ સાથે જોડવાનું શરૂ કર્યું. ક્રિકેટર અને રેડિયો જોકીના ફોટો વાયરલ થયા પછી તરત જ તેના નિવેદનથી અટકળોને વધુ વેગ મળ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચહલનું અંગત જીવન સતત ચર્ચામાં છે. અને જ્યારે ક્રિકેટર તાજેતરમાં દુબઈ સ્ટેડિયમમાં મહવશ સાથે જોવા મળ્યો, ત્યારે બંનેના ડેટિંગની અફવાઓ વધુ તીવ્ર બની ગઈ.

