Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Devara Part 2' shooting was stopped before it even started

Entertainment: દેવરા પાર્ટ ટુ' શરૂ થતાં પહેલાંજ તેની શૂટિંગ રોકવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Entertainment: દેવરા પાર્ટ ટુ' શરૂ થતાં પહેલાંજ  તેની શૂટિંગ રોકવામાં આવી
સોર્સ : Gstv

જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરાની સીકવલની તૈયારી થઇ રહી હતી. તેવામાં હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાલ આ ફિલ્મ પર કામ શરૂ થતાં પહેલાં જ બંધ થઇ ગયું છે. કહેવાય છે કે, જુનિયર એનટીઆરને ફિલ્મની વાર્તા પસંદ પડી નથી. પરિણામે આ ફિલ્મ પર હાલ અનિશ્ચિત સમય માટે કામ બંધ કરવામાં આવ્યું છે. એક ઇન્ટરવ્યુમાં જુનિયર એનટીઆરે દેવરા પાર્ટ ટુને બનતા સમય લાગશે તેમ જણાવ્યું હતું. અનિલ શર્મા જોકે  સત્તાવાર રીતે આ ફિલ્મ વિશે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોરટાલા શિવાએ સીકવલ માટે એક  નવા ડ્રાફ્ટ પર કામ શરૂ કર્યું હતું. પરંતુ જૂનિયર એનટીઆરને ફિલ્મની વાર્તા વધારે પડતી લાંબી લાગી હતી. તેથી વાર્તાને હવે ફરી લખવી પડવી એમ હોવાથી ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ અટકાવી દેવામાં આવ્યું છે.  જોકે આ બાબતે કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. 

App Store