Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Amitabh Bachchan was proud after watching his grandson Agastya's film

Entertainment : દોહિત્ર અગસ્ત્યની ફિલ્મ જોઈને અમિતાભ બચ્ચને થયો ગર્વ

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Entertainment : દોહિત્ર અગસ્ત્યની ફિલ્મ જોઈને અમિતાભ બચ્ચને થયો ગર્વ
સોર્સ : GSTV

મહાનાયક અમિતાભ બચ્ચનની ત્રીજી પેઢી ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે. તેમનો દોહિત્ર અગસ્ત્ય નંદા પોતાની ફિલ્મ 'ઈક્કીસ' લઈને આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં થિયેટર્સમાં રિલીઝ થશે. બુધવારે તેનું ઓફિશિયલ ટ્રેલર પણ રિલીઝ થયું હતું, જેમાં અગસ્ત્ય છવાઈ ગયો હતો. હવે પોતાના દોહિત્રને એક્ટિંગ કરતો જોઈને અમિતાભ બચ્ચને એક ઈમોશનલ પોસ્ટ લખી છે. 

App Store

અગસ્ત્યની ફિલ્મ 'ઈક્કીસ'નું ટ્રેલર જોઈ અમિતાભ બચ્ચનને થયો ગર્વ

અમિતાભ બચ્ચન અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા લોકો સામે પોતાની વાતો રાખે છે. જ્યારે તેના દીકરા અભિષેક બચ્ચનની કોઈ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે પણ 'બિગ બી' ની સ્પેશિયલ પોસ્ટ જોવા મળે છે. હવે જ્યારે તેમનો પ્રિય દોહિત્ર અગસ્ત્ય રૂપેરી પડદે પહેલી વાર નજર આવી રહ્યો છે ત્યારે મહાનાયકને તેનાપર ખૂબ ગર્વ થયો. 

તેમણે X પર પોતાના દોહિત્રની ફિલ્મનું ટ્રેલર જોયા પછી લખ્યું કે, 'અગસ્ત્ય! મેં તમારા જન્મ પછી તરત જ તને મારા ખોળામાં લીધો હતો.. થોડા મહિના પછી મેં તને ફરીથી મારા ખોળામાં લીધો હતો અને તારી કોમળ આંગળીઓ મારી દાઢી સાથે રમવા લાગી... આજે તું વિશ્વભરના થિયેટરોમાં રમી રહ્યો છે.. તું સ્પેશિયલ છે. મારી બધી પ્રાર્થનાઓ અને આશીર્વાદ તારી સાથે છે. તું હંમેશા તારા કામને ગૌરવશાળી બનાવ અને પરિવાર માટે સૌથી મોટું ગૌરવ બન.'

અગસ્ત્ય નંદાની ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

અગસ્ત્ય નંદા માટે 'બિગ બી' ની પોસ્ટ જોઈને ચાહકો પણ ઈમોશનલ થઈ ગયા. તેઓ પણ તેમના દોહિત્ર ને અભિનંદન આપી રહ્યા છે. ચાહકો અમિતાભ બચ્ચન માટે પણ ખુશ છે, કારણ કે અભિષેક બચ્ચન પછી તેમની નવી પેઢી હિન્દી સિનેમામાં બચ્ચન પરિવારના વારસાને આગળ ધપાવશે.