મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સોનાક્ષી અને ઝહીરના લગ્નથી રિસેપ્શન અને ડ્રેસ કોડથી વેડિંગ કાર્ડ સુધીની વિગતો આવી સામે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે હજુ સુધી તેમના લ

સોનાક્ષી અને ઝહીરના લગ્નથી રિસેપ્શન અને ડ્રેસ કોડથી વેડિંગ કાર્ડ સુધીની વિગતો આવી સામે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે હજુ સુધી તેમના લગ્ન વિશે કંઈ કહ્યું નથી, પરંતુ તેમના લગ્નની તૈયારીઓ અને સેલિબ્રેશનના સમાચાર ફિલ્મ જગતમાં વહેતા થઈ રહ્યા છે. એવું પણ બહાર આવ્યું છે કે, સોનાક્ષી અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્ન કરશે. જોકે, આ લગ્નની તૈયારીઓ ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવી રહી છે. હવે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન, ડ્રેસ કોડથી લઈને ગેસ્ટ, વેડિંગ વેન્યૂ અને રિસેપ્શનની વિગતો સામે આવી છે. એક અહેવાલ મુજબ, સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂને મુંબઈના બાસ્ટિયન-એટ ધ ટોપમાં લગ્ન કરશે. લગ્ન ખૂબ જ ઈન્ટિમેટ હશે, જેમાં કપલના નજીકના મિત્રો અને સંબંધીઓ હાજરી આપશે. આ પછી એક ભવ્ય કાર્યક્રમ અને પછી રિસેપ્શન યોજાશે, જેમાં ફિલ્મી હસ્તીઓ હાજરી આપશે.

વેડિંગ ડ્રેસ કોડ, વેડિંગ કાર્ડ અને રિસેપ્શનની વિગતો

એક સૂત્રએ જણાવ્યું કે, આ લગ્નનો ડ્રેસ કોડ 'ફેસ્ટિવ અને ફોર્મલ' છે. સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્નનું સેલિબ્રેશન 22 જૂનથી તેમના જુહુ સ્થિત ઘરે શરૂ થશે. લગ્ન 23 જૂને થશે અને તે જ દિવસે સાંજે રિસેપ્શન યોજાશે. સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્નના કાર્ડની વિગતો પણ સામે આવી છે. કહેવામાં આવ્યું છે કે, તેને મેગેઝીનના કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેના પર લખ્યું છે- અફવાઓ સાચી છે.

ચૂંટણીના કારણે અટકી ગયા હતા સોનાક્ષી અને ઝહીરના લગ્ન

એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્ન પહેલાથી જ પ્લાન કરવામાં આવ્યા હતા, પરંતુ પરિવાર ચૂંટણી પછી તેના પર ફોકસ કરવા માગતો હતો. હવે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હા પશ્ચિમ બંગાળના આસનસોલથી ચૂંટણી જીત્યા છે, તો આ પ્રસંગે સેલિબ્રેશન ડબલ બની જાય છે.

સોનાક્ષી અને ઝહીરની લવસ્ટોરીમાં સલમાનનો રોલ

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 2022ની ફિલ્મ 'ડબલ એક્સએલ'માં સાથે કામ કર્યું હતું. સોનાક્ષીને સલમાને ફિલ્મોમાં લોન્ચ કરી હતી. જ્યારે ઝહીર ઇકબાલની ડેબ્યૂ ફિલ્મ 'નોટબુક' પણ સલમાન દ્વારા બનાવવામાં આવી હતી. ઝહીર ઈકબાલ અને સોનાક્ષીની પહેલી મુલાકાત સલમાનની એક પાર્ટીમાં થઈ હતી.

આ સમાચાર શેર કરો