દેશી ગર્લ પ્રિયંકા ચોપરા વિદેશમાં રહીને પણ નથી ભૂલી સંસ્કૃતિ, નવી ફિલ્મ શરૂ કરતા પહેલા કર્યું આ કામ
બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાની એક્ટિંગ પ્રતિભા દર્શાવી રહેલી દેશી ગર્લ પ્રિયંક

બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાની એક્ટિંગ પ્રતિભા દર્શાવી રહેલી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પ્રિયંકા ચોપરા અવારનવાર ફેન્સને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે અપડેટ્સ આપતી રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પ્રોફેશનલ લાઈફને લઈને એક અપડેટ આપી છે. પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં 'ધ બ્લફ'ની સ્ક્રિપ્ટના કવર પેજનો ફોટો શેર કર્યો છે. પ્રિયંકાની શેર કરેલી પોસ્ટમાં 'ધ બ્લફ'ની સ્ક્રિપ્ટનું કવર પેજ જોઈને નેટીઝન્સ એક્ટ્રેસના વખાણ કરતાં થાકતા નથી.
પ્રિયંકાની લેટેસ્ટ પોસ્ટ થઈ વાયરલ
પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં 'ધ બ્લફ'ની સ્ક્રિપ્ટનો કવર ફોટો શેર કર્યો છે. જેના પર એક્ટ્રેસે લખ્યું- 'It begins'. ફોટામાં નારંગી રંગની પેનથી લખાયેલ ઓમ સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર રહ્યું છે. હા...પ્રિયંકા ચોપરાએ ભગવાનના નામે 'ધ બ્લફ'ની શરૂઆત કરી છે. આ જોઈને ફેન્સ એક્ટ્રેસના વખાણ કરતા થાકતા નથી. નેટીઝન્સનું કહેવું છે કે, વિદેશમાં રહીને પણ પ્રિયંકા ચોપરા પોતાની સંસ્કૃતિને ભૂલી નથી. અને તેથી જ તે એક ખરા અર્થમાં દેશી ગર્લ છે.
પ્રિયંકા ચોપરાની નવી ફિલ્મ 'ધ બ્લફ'
આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના પાત્રનું નામ એરસેલ હશે. તો એક્ટરના પાત્રનું નામ કોનર હશે. પ્રિયંકાની નવી ફિલ્મ 'ધ બ્લફ'નું નિર્દેશન ફ્રેન્ક ઈ. ફ્લાવર્સ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે 'સિટાડેલ સીરિઝ' અને હોલિવૂડ ફિલ્મ 'લવ અગેન'માં જોવા મળી હતી. 'સિટાડેલ' અને 'લવ અગેન' પછી, પ્રિયંકાની બકેટ લિસ્ટમાં હવે 'હેડ ઑફ સ્ટેટ', 'સિટાડેલ 2' અને જ્હોન સીનાની 'ધ બ્લફ'નો સમાવેશ થાય છે.






