Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Deepika Padukone's Gorgeous Maternity Look; Bollywood's 'Mastani' seen enjoying dinner in Mumbai

VIDEO: Deepika Padukoneનો ગોર્જિયસ મેટરનિટી લુક; મુંબઈમાં ડિનર એન્જોય કરતી જોવા મળી બોલિવૂડની 'મસ્તાની'

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Deepika Padukone: દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ ફરીથી માતા બનવાની છે. આ દરમિયાન તે મુંબઈમાં ડિનર વખતે જોવા મળી હતી અને પેપરાઝીએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જેનો વીડિયો હાલ ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

App Store

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આજકાલ પોતાના મેટરનિટી લુક્સને લઈને ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ એક ડિનર ડેટ દરમિયાન તે ખૂબ જ સિમ્પલ અને સુંદર અંદાજમાં જોવા મળી હતી. દીપિકાનો આ વીડિયો તેના ચાહકોમાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો થયો વાયરલ

દીપિકા પાદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા ફ્લોરલ પ્રિન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. દીપિકાના આ મેટરનિટી લુકને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન પેપરાઝીએ દીપિકાને સંભાળીને ચાલવાની સલાહ આપી હતી. દીપિકાએ આ લુક સાથે કોઈ ભારે જ્વેલરી કે મેકઅપ નહોતો કર્યો, જેના કારણે તેનો આ અંદાજ એકદમ સિમ્પલ અને ફ્રેશ લાગતો હતો.

આઉટફિટની ખાસ વાતો

દીપિકાએ જાણીતા ડિઝાઇનર સબ્યસાચીના 2021ના કલેક્શનનો એક ઢીલો-ઢાળો લીલા રંગનો ફ્લોરલ પ્રિન્ટ કુર્તો પહેર્યો હતો. પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાઓમાં આરામને ધ્યાનમાં રાખીને આ કુર્તો ખૂબ જ પરફેક્ટ અને આરામદાયક છે. પોતાના આ સિમ્પલ કુર્તા સાથે દીપિકાએ 'લુઈ વિટન' (Louis Vuitton) બ્રાન્ડની એક શાનદાર બેગ કેરી કરી હતી. આ બેગની કિંમત અંદાજે 3.7 લાખ રૂપિયા છે.