મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'હું મારી દીકરીનો...' દીપિકા પાદુકોણે તેની પુત્રી દુઆના ઉછેર માટે લીધો મોટો નિર્ણય

દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાના અંગત જીવનમાં ખૂબ જ વ્યસ્ત છે. માતા બન્યા બાદ તે પોતાનો બધો સમય દીકરી

'હું મારી દીકરીનો...' દીપિકા પાદુકોણે તેની પુત્રી દુઆના ઉછેર માટે લીધો મોટો નિર્ણય

દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાના અંગત જીવનમાં ખૂબ જ વ્યસ્ત છે. માતા બન્યા બાદ તે પોતાનો બધો સમય દીકરી દુઆ સાથે વિતાવી રહી છે અને તેના ઉછેર પર ધ્યાન આપી રહી છે. 'કલ્કિ 2898 એડી'ની શાનદાર સફળતા પછી, ફેન્સ હવે દીપિકા પાદુકોણના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ દીપિકાના નવા નિવેદન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફેન્સને 'કલ્કિ 2' માટે થોડી રાહ જોવી પડશે. કારણ કે અભિનેત્રીના કમબેકમાં સમય લાગશે અને તેણે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો: મનોજ બાજપેયીની 'ધ ફેમિલી મેન 3'ની રાહ જોઈ રહ્યા છો? તો આવી ગયું છે નવું અપડેટ

'કલ્કિ 2'ના શૂટિંગ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે વર્ષ 2025માં શરૂ થશે. પરંતુ હવે એવું થતું જણાતું નથી. દીપિકા પાદુકોણે તેની દીકરીના જન્મ બાદ હાલમાં પાછા ન ફરવાનો નિર્ણય કર્યો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે 'કલ્કિ 2'નું શૂટિંગ વિલંબિત થવાનું છે. તાજેતરમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મીડિયાને ર્ક ઈવેન્ટ માટે આમંત્રણ આપ્યું હતું. આ ઈવેન્ટમાં, કપલે તેમની પુત્રી દુઆનો પાપારાઝી સાથે પરિચય કરાવ્યો. જોકે, આ દરમિયાન તેમને ફોટો કે વીડિયો લેવાની મંજૂરી નહોતી.

'કલ્કિ 2' પર દીપિકા પાદુકોણનો જવાબ

આ ઈવેન્ટમાં દીપિકાને તેના કમબેક અને 'કલ્કિ 2' વિશે પૂછવામાં આવ્યું હતું. દીપિકાએ આ દરમિયાન કહ્યું હતું કે આ સમયે તેની પ્રાથમિકતા દુઆ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા હાલમાં તેની આગામી ફિલ્મોનું શૂટિંગ નથી શરૂ કરવાની. કારણ કે તે નથી ઈચ્છતી કે તેની દીકરીનો ઉછેર કોઈ આયા દ્વારા થાય. દીપિકાએ કહ્યું, "હું મારી દીકરીનો ઉછેર જાતે જ કરીશ, જેવી રીતે મારી માતાએ મારો ઉછેર કર્યો છે."

8 સપ્ટેમ્બર, 2024ના રોજ, દીપિકા અને રણવીરે તેમની પુત્રી દુઆનું સ્વાગત કર્યું હતું. ખુદ દીપિકા-રણવીરે આ વાતની જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. આ પછી, નવેમ્બરમાં બંનેએ એક નવી પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તેઓએ તેમની પુત્રીનું નામ દુઆ રાખ્યું છે. દીપિકાએ હજુ સુધી તેની પુત્રીનો ચહેરો જાહેર નથી કર્યો. આ કપલના ફેન્સ દુઆની પહેલી ઝલકની રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો