મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મોમ ટૂ બી દીપિકા પાદુકોણ કરી રહી છે થ્રેડ એમ્બ્રોઇડરી, ડિઝાઇન બતાવીને કહ્યું - 'આશા રાખું છું...'

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દી

મોમ ટૂ બી દીપિકા પાદુકોણ કરી રહી છે થ્રેડ એમ્બ્રોઇડરી, ડિઝાઇન બતાવીને કહ્યું - 'આશા રાખું છું...'

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દીપિકા અને રણવીર સિંહે ફેબ્રુઆરીના અંતમાં સોશિયલ મીડિયા પર સારા સમાચાર શેર કર્યા હતા. ગુડન્યૂઝ પછી, દીપિકા પાદુકોણે તેના પબ્લિક અપિયરન્સ ઓછા કરી દીધા છે. આ બધાની વચ્ચે દીપિકા પાદુકોણે એક નવો શોખ શોધી કાઢ્યો છે. હા...દીપિકા પાદુકોણ આજકાલ થ્રેડ એમ્બ્રોઇડરી કરી રહી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આની ઝલક પણ બતાવી છે.

થ્રેડ એમ્બ્રોઇડરી

ફિલ્મોમાંથી બ્રેક લઈને દીપિકા પાદુકોણ અત્યારે તેના જીવનનો સંપૂર્ણ આનંદ માણી રહી છે. સિલ્વર સ્ક્રીનથી દૂર મોમ ટૂ બી દીપિકા પાદુકોણ થ્રેડ એમ્બ્રોઇડરી કરી રહી છે. દીપિકાએ પણ સોશિયલ મીડિયા પર તેની એમ્બ્રોઇડરીની ડિઝાઇનની ઝલક શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું - 'આશા રાખું છું કે ટૂંક સમયમાં આનું આખું વર્ઝન બતાવી શકું.'

ફેન્સની માગ

દીપિકાની આ નવી પ્રતિભાને લઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે અને તેની નવી પોસ્ટ પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો દીપિકાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો એક્ટ્રેસને તેનો બેબી બમ્પ બતાવવાની માગ કરી રહ્યા છે.

બીચ વેકેશન

દીપિકા પાદુકોણે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર તેના બીચ વેકેશનની તસવીર પોસ્ટ કરી હતી. આ ફોટામાં એક્ટ્રસે તેની પીઠ પર ટેનિંગના નિશાન ફ્લોન્ટ કરી રહી છે. તસવીરમાં એક્ટ્રેસની સ્માઇલ સ્પષ્ટ દેખાઈ રહી હતી કે તે માતા બન્યા પહેલા આ સમયનો આનંદ માણી રહી હતી.

રણવીર અને દીપિકા

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીના અંતમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ફેન્સ સાથે ટૂંક સમયમાં માતા-પિતા બનવાના સારા સમાચાર શેર કર્યા હતા. દીપિકા-રણવીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં નાના બાળકોની વસ્તુઓની સુંદર તસવીરો બનાવવામાં આવી હતી અને વચ્ચે સપ્ટેમ્બર, 2024 લખેલું હતું અને નીચે દીપિકા અને રણવીરના નામ લખેલા હતા.

વર્કફ્રન્ટ

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે જાન્યુઆરી 2024માં રિતિક રોશન સાથે ફિલ્મ ફાઈટરમાં જોવા મળી હતી. તો અભિનેત્રીની આગામી ફિલ્મોમાં કલ્કી 2898 એડી અને સિંઘમ 3નો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો