દીપિકા પાદુકોણ હિજાબમાં જોવા મળતા નેટિજન્સ ભડક્યા, આપી દીધી મોટી સલાહ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની અબુધાબી માટે કરેલી એક નવી એડ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ જાહેરાતમાં દીપિકા પાદુકોણ હિજાબમાં શેખ જાયદ ગ્રાન્ડ મસ્જિદનું સમ્માન કરતી જોવા મળે છે જ્યારે રણવીર શેરવાની લૂકમાં જોવા મળે છે. એડમાં બન્નેએ અબુધાબીનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને બતાવ્યો છે.
દીપિકા-રણવીરનો અબુધાબીને પ્રમોટ કરતો વીડિયો વાયરલ
દીપિકા પાદુકોણના હિજાબ લુકની પ્રશંસા થઇ રહી છે. કેટલાક યૂઝર્સ રણવીર-દીપિકાની કેમેસ્ટ્રીની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક આ કપલને ટ્રોલ કરી રહ્યા છે. યૂઝર્સ કહે છે કે આ બન્ને કલાકારોએ મળીને જેટલો બીજા દેશનો પ્રચાર કર્યો એટલો ભારતનો કરતા તો વધુ સારૂ થાત.
દીપિકા પાદુકોણ હિજાબમાં જોવા મળતા યૂઝર્સ ભડક્યા
કેટલાક યૂઝર્સે દીપિકા પાદુકોણનો 'માય ચોઇસ' વીડિયોને યાદ કરતા લખ્યુ કે, "હવે હિજાબ પહેરીને તે પ્રવાસનને પ્રમોટ કરી રહી છે, શું થયું તેની પોતાની 'ચોઇસ'વાળા સ્ટેન્ડને?" કેટલાક યૂઝર્સ બોલિવૂડ પર 'ઇસ્લામિક ગ્રૂમિંગ'નો આરોપ લગાવી રહ્યા છે.
આ એડે સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો કર્યો છે. કેટલાક યૂઝર્સ દીપિકા પાદુકોણની વિવિધતા અને સંસ્કારો પ્રત્યેના સમ્માનની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક યૂઝર્સ ભારતની સંસ્કૃતિને પ્રમોટ ના કરવા પર નિરાશ છે. જોકે, દીપિકા પાદુકોણ અને રણવીર બન્નેએ આ ટ્રોલિંગ પર કોઇ પ્રતિક્રિયા આપી નથી.

