મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

દીકરીના જન્મ બાદ સામે આવી દીપિકા-રણવીરની પહેલી પ્રતિક્રિયા, જાણો પેરેન્ટ્સ બન્યા પછી શું કહ્યું

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં કિલકારી ગુંજી છે. દીપિકા

દીકરીના જન્મ બાદ સામે આવી દીપિકા-રણવીરની પહેલી પ્રતિક્રિયા, જાણો પેરેન્ટ્સ બન્યા પછી શું કહ્યું

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં કિલકારી ગુંજી છે. દીપિકાએ રવિવારે (8 સપ્ટેમ્બર) દીકરીને જન્મ આપ્યો. આ સમાચાર બાદ દીપિકા અને રણવીરના ફેન્સ ખૂબ ખુશ છે. સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન હવે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની પહેલી પ્રતિક્રિયા પણ આવી ગઈ છે. માતા-પિતા બન્યા પછી, તેઓએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી.

દીપિકા અને રણવીરે ઇન્સ્ટાગ્રામ પર એક કોલેબ પોસ્ટ શેર કરી છે. તેમણે આ પોસ્ટમાં કોઈ કેપ્શન આપ્યું નથી. તેમણે એક કાર્ડ શેર કર્યું જેમાં લખ્યું હતું, "વેલકમ બેબી ગર્લ!" આ સાથે બંનેએ તેમની પુત્રીની જન્મ તારીખ પણ જણાવી છે જે 8 સપ્ટેમ્બર 2024 છે. કાર્ડની નીચે દીપિકા અને રણવીરના નામ લખેલા છે.

શનિવારે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી દીપિકા

દીપિકા પાદુકોણને શનિવારે સાંજે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. થોડા સમય પછી રણવીર સિંહની માતા અંજુ ભવનાની અને બહેન રિતિકા ભવનાની હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના પિતાએ રાત્રે મુકેશ અંબાણીના ઘરે યોજાયેલી ગણેશ ચતુર્થી પૂજામાં એકસાથે હાજરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડિલિવરી વખતે દીપિકા અને રણવીરનો પરિવાર પણ હોસ્પિટલમાં હાજર હતો.

ફેબ્રુઆરીમાં પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી

દીપિકા પાદુકોણે આ વર્ષે 28 ફેબ્રુઆરીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર રણવીર સિંહ સાથેની એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, “સપ્ટેમ્બર 2024. દીપિકા અને રણવીર.” આ ઉપરાંત, પોસ્ટના કેપ્શનમાં હાથ જોડતું અને ઇવિલ આઈ ઇમોજી પણ શેર કરવામાં આવ્યું હતું. દીપિકાની તે પોસ્ટને 43 લાખથી વધુ લોકોએ લાઈક કરી હતી અને હજારો લોકોએ કોમેન્ટ કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા.

રણવીરની ઈચ્છા પૂરી થઈ

ક્વિઝ શો દરમિયાન એક સ્પર્ધક સાથે વાત કરતી વખતે રણવીર સિંહે કહ્યું હતું કે, તેને એક દીકરી જોઈએ છે અને તે તેની પત્ની દીપિકા જેવી હોય. તેણે કહ્યું હતું કે, "જેમ કે તમે જાણો છો કે હું હવે પરિણીત છું. હવે 2-3 વર્ષમાં બાળકો થશે. ભાઈ, તમારી ભાભી (દીપિકા પાદુકોણ) એટલી સુંદર બાળક હતી. હું દરરોજ તેના બાળપણના ફોટા જોઉં છું અને કહું છું કે મને આવી એક બાળકી આપ તો મારી લાઈફ સેટ થઈ જાય." તેણે એમ પણ કહ્યું કે, તે નામોને શોર્ટલિસ્ટ કરી રહ્યો છે.

દીપિકા-રણવીરે ઈટાલીમાં લગ્ન કર્યા હતા

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2018માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 14 અને 15 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં કોંકણી અને પછી સિંધી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર ખૂબ જ નજીકના મહેમાનો જ હાજર રહ્યા હતા. જો કે, બાદમાં મુંબઈ આવીને દીપિકા અને રણવીરે બોલિવૂડના તમામ સ્ટાર્સ અને મિત્રો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

આ સમાચાર શેર કરો