દેબીનાનો પીછો નથી છોડી રહી આ ગંભીર બીમારી, ઓપરેશન બાદ પણ અભિનેત્રીની હાલત ખરાબ
સીતાનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલી ટીવી અભિનેત્રી દેબીના બેનર્જીએ તાજેતરમાં જ ખુલા

સીતાનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલી ટીવી અભિનેત્રી દેબીના બેનર્જીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે, તેને એન્ડોમેટ્રિઓસિસ હોવાનું નિદાન થયું છે અને પીડાને કારણે તે ખરાબ સ્થિતિમાં છે. અભિનેત્રી અને બે પુત્રીઓની માતાએ વ્લોગમાં જણાવ્યું કે, કેવી રીતે લિયાનાના જન્મ પહેલા તેને આ રોગ હોવાનું નિદાન થયું હતું અને હવે આ સમસ્યા પાછી થઈ છે.
દર્દના કારણે દેબીના બેનર્જીની હાલત ખરાબ
તેના વ્લોગમાં ફેન્સ સાથે વાતચીત કરતી વખતે દેબીનાએ કહ્યું, 'મને કંઈ કરવાનું મન થતું નથી. મને બહુ સારું નથી લાગતું. એન્ડોમેટ્રિઓસિસ એવી વસ્તુ છે જે તમને ક્યારેય છોડતી નથી. એક નાનું ઓપરેશન કરવું પડે છે. તે ઓપરેશન પછી તમે થોડા સમય માટે સારું અનુભવી શકો છો, પરંતુ તે પાછું આવે છે. હું કોઈ દવા લેતી નથી. હું કોઈપણ દુઃખાવા માટે દવા ન લેવાનું પસંદ કરું છું.
તેણે આગળ કહ્યું, 'તમારા પીરિયડ્સ દરમિયાન દુઃખાવો થવો સામાન્ય નથી. હું આ જાણતી ન હતી કારણ કે મને મારા બાળપણમાં માસિક સ્રાવનો દુઃખાવો થયો ન હતો. જ્યારે હું અન્ય લોકોની વાત સાંભળતી, ત્યારે મને થતું કે મને કોઈ દુઃખ નથી એ સારું છે. લિયાનાના જન્મના થોડા વર્ષો પહેલા, મને મારા પીરિયડ્સ દરમિયાન દુઃખાવો થવા લાગ્યો. તેથી મને જાણવા મળ્યું કે મને એન્ડોમેટ્રિઓસિસ અને એડેનોમાયોસિસ છે. આ રોગ ગર્ભાશયમાં થાય છે.
દેબીનાએ આગળ કહ્યું, 'ડૉક્ટરે મને કહ્યું કે, મને ગ્રેડ 4 એન્ડોમેટ્રિઓસિસ અને એડેનોમાયોસિસ છે. એ દર્દ પાછું છે. હું છેલ્લા 2-3 મહિનાથી આ અનુભવી રહી છું. ખૂબ પીડા છે, તે ભયંકર છે. હું ઘરે રહીને આરામ કરી શકતી નથી કારણ કે, હું તે પીડા અનુભવતી રહું છું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં દેબીના અને ગુરમીતે એક મંદિરમાં લગ્ન કર્યા હતા. આ દંપતીએ લગભગ બે વર્ષ સુધી પરિવારથી પણ આ વાત છુપાવી રાખી હતી. 2011માં, બંનેએ પોતપોતાના પરિવાર સાથે વાત કરી અને ઓફિશિયલી લગ્ન કર્યા.






