'પુષ્પા 2'માં નહીં હોય ડેવિડ વોર્નરનો કેમિયો, જાણો કેમ ફેલાઈ દિગ્ગજ ક્રિકેટર સાથે જોડાયેલી આ અફવા
ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર ડેવિડ વોર્નર અ

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર ડેવિડ વોર્નર અત્યારે ચર્ચામાં છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં તે ડોન જેવો દેખાઈ રહ્યો છે અને શૂટિંગ ચાલી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, આ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું શૂટિંગ છે અને તેમાં ડેવિડ વોર્નર કેમિયો કરશે, પરંતુ આ સમાચાર તદ્દન ફેક નીકળ્યા. ડેવિડ વોર્નર 'પુષ્પા 2'માં નહીં પરંતુ સાઉથ એક્ટર નીતિનની ફિલ્મમાં કેમિયો કરી રહ્યો છે.
આ વાત સાચી છે કે, ડેવિડ વોર્નર ફિલ્મ 'પુષ્પા'નો ઘણો મોટો ફેન રહ્યો છે. તમે તેના ઇન્સ્ટાગ્રામ પર પણ 'પુષ્પા' માટે તેનો ક્રેઝ જોઈ શકો છો, પરંતુ હકીકત એ છે કે, તે આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે એ વાત તદ્દન ખોટી છે.
https://twitter.com/TrendNITHIlN/status/1837738904746647972
'પુષ્પા 2'માં નહીં જોવા મળે ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નરે જ્યારથી 'પુષ્પા' ફિલ્મ જોઈ છે ત્યારથી તેનો ફેન થઈ ગયો છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે તેણે કહ્યું હતું કે, તે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જ્યારે તે તસવીરો સોશિયલ મીડિયા પર આવી ત્યારે લોકો અનુમાન લગાવવા લાગ્યા કે આ ફિલ્મમાં ડેવિડ કેમિયો કરશે. પરંતુ એવું નથી, તે તસવીરો ડેવિડની બીજી ફિલ્મની હતી જે દક્ષિણ ભારતીય ફિલ્મ છે. અહેવાલો અનુસાર, 20 ડિસેમ્બર, 2024ના રોજ રિલીઝ થનારી ફિલ્મ ‘રોબિનહૂડ’માં ડેવિડ વોર્નર એક કેમિયો કરશે. ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કરવામાં આવ્યું હતું, જેમાં ડેવિડ વોર્નરનો ભાગ હતો. આ તસવીરો પણ તે જ સમયગાળા દરમિયાન લેવામાં આવી છે. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી.
ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2: ધ રૂલ'?
અલ્લુ અર્જુન 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થનારી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ફરી એકવાર રશ્મિકા મંદાના અને ફહાદ ફાઝિલ જેવા કલાકારો જોવા મળશે. અગાઉના ભાગમાં પણ રશ્મિકા મુખ્ય અભિનેત્રી અને ફહાદ વિલનના રોલમાં હતો.






