Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Daughter's career was a huge flop

ભાઈ સુપરસ્ટાર, પિતા છે અભિનયના મસીહા, પણ દીકરીનું કરિયર ભારે ફ્લોપ રહ્યું

Timeછેલ્લું અપડેટ : 29 May 2025
લાઇવ ટીવીGoogle News
ભાઈ સુપરસ્ટાર, પિતા છે અભિનયના મસીહા, પણ દીકરીનું કરિયર ભારે ફ્લોપ રહ્યું

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર કીડ્સમાં કેટલાકનું કરિયર સફળ થાય છે તો કેટલાક ફ્લોપ થાય છે. આવું જ એક નામ સુપરસ્ટાર શાહીદ કપૂરની સાવકી બહેન સનાહ કપૂરનું છે. પોતાના માતા-પિતા અને મોટા ભાઈની જેમ સનાહ પણ બોલિવૂડમાં કરિયાર બનાવવા નીકળી હતી. શાહીદની ફિલ્મથી તેણે એક્ટિંગમાં ડેબ્યૂ પણ કર્યું હતું. પરંતુ અફસોસ કે તે પોતાના પરિવારના અન્ય સદસ્યોની તુલનામાં સ્ટારડમ હાંસલ કરવામાં નિષ્ફળ રહી. તો ચાલો એક નજર સનાહના એક્ટિંગ કરિયર પણ નાખીએ.

App Store

સના કપૂર બોલિવૂડમાં નિષ્ફળ ગઈ

સના કપૂર હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા પંકજ કપૂર અને અભિનેત્રી શોભા પાઠકની પુત્રી છે. વાસ્તવમાં શાહિદની માતા નીલિમા આઝીમીથી અલગ થયા બાદ પંકજે શોભા સાથે બીજા લગ્ન કર્યા હતા. ફિલ્મી ફેમિલી બેકગ્રાઉન્ડ હોવાથી સનાહ પર બોલિવૂડમાં કારકિર્દી બનાવવાનું દબાણ ચોક્કસપણે હશે. પોતાના પરિવારના વારસાને આગળ ધપાવતા સનાહે હિન્દી સિનેમામાં વર્ષ 2015માં મોટા ભાઈ શાહિદ કપૂરની ફિલ્મ શાનદારથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. 

આ જ ફિલ્મમાં સનાના પિતા પકંજ કપબર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ મહત્ત્તવપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, આ ફિલ્મ કંઈ ખાસ ન ચાલી, પરંતુ સનાહની એક્ટિંગના બધાએ વખાણ કર્યા. એવું માનવામાં આવી રહ્યું હતું કે, શાનદાર બાદ એક સ્ટાર કિડ તરીકે સનાહ કપૂરને અનેક મોટા બ્રેક મળશે, પરંતુ આવું ન થયું. 

સનાને બીજી ફિલ્મ 4 વર્ષ પછી મળી, જેનું નામ હતું રામ પ્રસાદ કી તેહરવી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. શાહિદની સાવકી બહેન એક્ટ્રેસ તરીકે છેલ્લે 2022માં આવેલી ફિલ્મ સરોજ કા રિશ્તામાં જોવા મળી હતી.

3 વર્ષથી નથી કરી કોઈ ફિલ્મ

આમ સનાહ કપૂરને છેલ્લા 3 વર્ષથી કોઈ ફિલ્મ નથી મળી. એક ફેમસ સ્ટાર કિડ હોવા છતાં સનાહને એવી કોઈ ફિલ્મ કે વેબ સિરીઝ નથી મળી જેમાં તેની ઝલક જોવા મળી શકે. આમ સનાહનું એક્ટિંગ કરિયર ફ્લોપ રહ્યું છે અને હાલના સંજોગો જોતાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે બોલિવૂડથી હાથ જોડી લીધા છે. તમને જણાવી દઈએ કે, સનાહે 2023માં બોયફ્રેન્ડ મયંક પાહવા સાથે લગ્ન કર્યા હતા. 

ટોપિક્સ:bollywood newsgstv