ક્યૂટ રાહા કપૂર કારમાં ફરવા ગઈ, મમ્મા-પપ્પા નહીં ચાચુ સાથે નીકળી ફરવા, વીડિયો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂરના બાળપણમાં જ એટલા બધા

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂરના બાળપણમાં જ એટલા બધા ફેન્સ છે જેટલા એક અભિનેતા ઘણા વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ મેળવી શકતા નથી. રાહા કપૂર જ્યાં પણ જાય છે ત્યાં પાપારાઝી તેની એક ઝલક જોવા માટે દોડી આવે છે. તાજેતરમાં જ કંઈક એવું બન્યું, જ્યારે રાહા કપૂર તેના મમ્મી-પપ્પા સાથે નહીં પરંતુ કાકા અયાન મુખર્જી સાથે ફરવા નીકળી હતી, ત્યારે એક પાપારાઝીએ આલિયા-રણબીરની દીકરીના ક્યૂટ એક્સપ્રેશનને કેમેરામાં કેદ કર્યા હતા.
રાહા કપૂરના ક્યૂટ એક્સપ્રેશન્સે જીતી લીધા દિલ
રાહા કપૂરનો લેટેસ્ટ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી સફેદ રંગનું ફ્રોક પહેરેલી, માથામાં બે ચોટલી બનાવેલી કાકા અયાન મુખર્જીના ખોળામાં બેસીને કારની બારીમાંથી બહાર જોતી જોવા મળે છે. કારમાં ફરવા નીકળેલી રાહા લાઇટવાળા ફુગ્ગાઓ સાથે રમતી જોવા મળી હતી. રાહાનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
દોઢ વર્ષની રાહાના છે લાખો ફેન્સ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીની ક્યુટનેસ પર લાખો લોકો ફિદા છે. જ્યારે પણ રાહાનો નવો ફોટો કે વીડિયો સામે આવે છે, ત્યારે ફેન્સ તેના પર ભરપૂર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આલિયા અને રણબીરની દીકરી રાહાનો જન્મ 6 નવેમ્બર 2022ના રોજ થયો હતો. આલિયા અને રણબીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં ‘જિગરા’ ફિલ્મમાં જોવા મળશે. તો રણબીર કપૂર પાસે ‘રામાયણ’ અને ‘એનિમલ પાર્ક’ જેવી બે મોટી ફિલ્મો છે.
આવું છે રાહાનું રૂટિન
એક વાતચીતમાં આલિયા ભટ્ટે કહ્યું- હું રાહાને દરરોજ 3-4 બુક્સ વાંચીને સંભળાવું છું. ઘણી વખત અમે તેને બીજા પુસ્તકો વાંચીને પણ સંભળાવીએ છીએ, તે પણ દરરોજ રાત્રે. એવી એક પણ રાત નથી જતી જ્યારે અમે રાહાને બુક્સ વાંચીને ન સંભળાવીએ. આ અમારું રૂટિન છે. એવી કોઈ રાત રહી નથી જે અમે ચૂકી ગયા હોય. ઘણી વખત, બપોરે પણ, જ્યારે હું રાહાને સૂવા લઈ જાવ છું, ત્યારે હું તેને એક બુક વાંચીને સંભળાવું છું. "હું કે રણબીર રાહાને બુક્સ વાંચીને સંભળાવીએ ત્યાં જ તે સૂઈ જાય છે. ઘણી વખત રાત્રે તે તેના બુક્સને ગળે લગાવીને સૂઈ જાય છે." ઉલ્લેખનીય છે કે, આલિયાએ થોડા દિવસો પહેલા જ પોતાનું પુસ્તક લોન્ચ કર્યું છે જે તેણે બાળકો માટે લખ્યું છે.






