મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

CTRL ટ્રેલર: AIના કંટ્રોલમાં ફસાઈ અનન્યા પાંડેની રિયલ લાઇફ, જબરદસ્ત છે સાયબર-થ્રિલર સ્ટોરી

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે OTTની નવી ફેવરિટ સ્

CTRL ટ્રેલર: AIના કંટ્રોલમાં ફસાઈ અનન્યા પાંડેની રિયલ લાઇફ, જબરદસ્ત છે સાયબર-થ્રિલર સ્ટોરી

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે OTTની નવી ફેવરિટ સ્ટાર બની રહી છે. તેણે પહેલા 'ખો ગયે હમ કહાં'થી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા, પછી તાજેતરમાં આવેલી 'કોલ મી બે'માં તેનું કામ પણ પસંદ કરવામાં આવ્યું. હવે અનન્યાની નવી નેટફ્લિક્સ ફિલ્મ 'CTRL'નું ટ્રેલર આવી ગયું છે. અનન્યાની આ નવી ફિલ્મના નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાને છે, જેમણે 'સેક્રેડ ગેમ્સ' અને 'જુબલી' જેવા શાનદાર શો બનાવ્યા છે. 'CTRL'નું ટ્રેલર એ પણ જણાવી રહ્યું છે કે, આ સાયબર-થ્રિલર ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ બનવાની છે.

શું છે CTRLનો પ્લોટ?

આ ફિલ્મનું ટાઇટલ CTRL બટન પરથી લેવામાં આવ્યું છે જે કમ્પ્યુટરમાં 'CTRL' આદેશ આપે છે. સ્ટોરીમાં CTRL નામની એક એપ પણ છે જે AI બેસ્ડ પ્લેટફોર્મ હોવાનું જણાય છે. જે વ્યક્તિના જીવન અને ખુશીઓને નિયંત્રિત કરી શકે છે. ફિલ્મમાં અનન્યાના પાત્રનું નામ નેલા છે, જે આજના યુગની સામાન્ય યુવતી છે.

નેલા અને તેનો બોયફ્રેન્ડ (વિહાન સામત) એક સામાન્ય યંગ કપલ છે, જેમની ડેટિંગ અને રૂટિન લાઈફની દરેક ક્ષણ સોશિયલ મીડિયા પર અપડેટ થતી રહે છે. પરંતુ તેના બોયફ્રેન્ડે ચીટ કર્યા પછી નેલા તેના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવાનું શરૂ કરે છે અને હવે તે ઇચ્છે છે કે તેનો એક્સ તેની લાઇફમાંથી ગાયબ થઈ જાય. CTRL નેલા માટે આ કરે છે. પરંતુ હવે તે છોકરો ખરેખર ગાયબ થઈ ગયો છે અને કોઈ તેને શોધી શકતું નથી. આ રસપ્રદ પ્લોટ દ્વારા સ્ટોરી એ એક્સપ્લોર કરવા માગે છે કે, મનુષ્યોની રિયલ લાઇફમાં AIના પ્રવેશને કારણે કઈ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ક્યારે રિલીઝ થશે 'CTRL'?

જ્યારથી 'CTRL'ની એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, ત્યારથી લોકોમાં તેના વિશે ભારે ઉત્સુકતા છે. અનન્યા પાંડેએ છેલ્લા કેટલાક પ્રોજેક્ટ્સમાં તેના કામથી સાબિત કરી બતાવ્યું છે કે, તેની એક્ટિંગ ટેલેન્ટમાં પણ પોટેન્શિયલ છે. વિક્રમાદિત્ય શરૂઆતથી જ 'ઉડાન', 'લૂટેરા' અને 'ટ્રેપ્ડ' જેવા રસપ્રદ પ્રોજેક્ટ્સ લઈને આવતો રહ્યો છે. ડિજિટલ દુનિયામાં અરાજકતાની સ્ટોરીમાં આ બંનેનું કોલાબ્રેશન એક દમદાર ફિલ્મ બતાવવાની ક્ષમતા ધરાવે છે. 'CTRL' નેટફ્લિક્સ પર 4 ઓક્ટોબરે રિલીઝ થશે.

આ સમાચાર શેર કરો