VIDEO: મુંબઈ એરપોર્ટ પર ભીડ વચ્ચે ઘેરાયો શાહરુખ ખાન, એક ઝલક માટે ફેન્સ કરવા લાગ્યા ધક્કા-મુક્કી
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન ગુરુવારે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન ગુરુવારે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો જ્યારે તે આઈફા એવોર્ડ 2024 હોસ્ટ કરવા માટે અબુ ધાબી જવા રવાના થયો હતો. આ દરમિયાન તેનો બોડીગાર્ડ રવિ અને મેનેજર પૂજા દદલાની પણ તેની સાથે જોવા મળ્યા હતા. કિંગ ખાન એરપોર્ટ પર પહોંચતા જ ફેન્સના ટોળાએ તેને ઘેરી લીધો અને અચાનક ધક્કા મુક્કી થવા લાગી. તરત જ સુપરસ્ટારના બોડીગાર્ડે તેને ચારે બાજુથી કવર કરી દીધો.
તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે કિંગ ખાનના ફેન્સની ભીડ તેને જોવા માટે આતુર હતી આ દરમિયાન ઘણા પાપારાઝી પણ ત્યાં હાજર હતા, જેઓ તેની એક ઝલક મેળવવા માટે અભિનેતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શાહરૂખના બોડીગાર્ડે ભીડમાંથી તેનો રસ્તો કાઢ્યો અને એરપોર્ટની અંદર ગયા. શાહરૂખ માટે ફેન્સ કેટલા ક્રેઝી છે તેનો અંદાજ આ વીડિયો પરથી લગાવી શકાય છે. વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ફેન્સના ટોળા વચ્ચે એરપોર્ટ પર ઘેરાયો શાહરૂખ ખાન
આ દરમિયાન શાહરૂખ તેના ખાસ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે બ્લેક હૂડી, સનગ્લાસ અને કેપ પહેરી હતી, જેમાં સ્ટાઇલ અને કમ્ફર્ટનું કમ્પ્લીટ બેલેન્સ હતું. ત્યાં ભારે ભીડ હતી, પરંતુ શાહરૂખ આખો સમય શાંત દેખાતો હતો અને ચાલતી વખતે હળવાશથી હસતો રહ્યો હતો. તેના બોડીગાર્ડ તેની આસપાસ જ રહ્યા, જેથી તે ભીડમાં પણ સુરક્ષિત રહે. ફેન્સ સતત ફોટા અને વીડિયો લેતા રહ્યા. તેનો આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના માટે ફેન્સની દીવાનગી દેખાઈ રહી છે.
કરણ જોહર સાથે હોસ્ટ કરશે આઈફા એવોર્ડ 2024
વીડિયોમાં શાહરૂખ આરામથી ગેટ તરફ જતો જોઈ શકાય છે, જ્યારે તેના ફેન્સ ઉત્સાહથી તેનું નામ બોલાવી રહ્યા હતા. બોલિવૂડના બાદશાહ શાહરૂખ હંમેશા તેની સાદગી અને ચાર્મ માટે જાણીતા છે અને આ વખતે પણ રાત્રે એરપોર્ટ પર તેની હાજરીએ લોકોના દિલ જીતી લીધા. આ વખતે તે કરણ જોહર સાથે અબુ ધાબીમાં આઈફા એવોર્ડ 2024 હોસ્ટ કરવા જઈ રહ્યો છે. આ સિવાય તે જલ્દી જ દીકરી સુહાના ખાન સાથે સુજોય ઘોષની આગામી ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે.






