500 કે 1000 નહીં આટલા હજાર કરોડ રૂપિયા છે અનંત-રાધિકાના લગ્નનો ખર્ચ, જાણો વરમાળા અને હસ્તમેળાપનો સમય
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન શુક્રવાર, 12 જુલા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન શુક્રવાર, 12 જુલાઈના રોજ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ-BKC સ્થિત Jio વર્લ્ડ સેન્ટરમાં થશે. આ લગ્નની તમામ મહત્ત્વપૂર્ણ વિધિઓનો સમય આવી ગયો છે. અહીં તમે લગ્નની મહત્ત્વપૂર્ણ વિધિઓ જાણી શકો છો, પાઘડી બાંધવાથી લઈને જાન પ્રસ્થાન અને વરમાળાનો સમય. રિલાયન્સ સાથે જોડાયેલા અંબાણી પરિવારના આ શાહી લગ્નમાં થતી ઘટનાઓ અને સમારંભો સંબંધિત બધું જ લોકોને ચોંકાવી દે તેવું સાબિત થઇ રહ્યું છે.
જાણો કયા સમયે એકબીજાને પહેરાવશે વરમાળા
- 12 જુલાઈના રોજ, અનંત અને રાધિકા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન કરશે.
- બપોરે 3.00 કલાકે જાન નીકળશે અને પાઘડી બાંધવાની વિધિ કરવામાં આવશે.
- રાત્રે 8.00 કલાકે વરમાળા થશે
- રાત્રે 9.30 કલાકે હસ્તમેળાપની વિધિ કરવામાં આવશે.
લગ્ન માટે રાખવામાં આવ્યો ખાસ ડ્રેસ કોડ
લગ્નમાં મહેમાનોનો ડ્રેસ કોડ પરંપરાગત રાખવામાં આવ્યો છે. 13 અને 14 જુલાઈ એમ બે દિવસ અલગ-અલગ લોકો માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન અને સ્વાગત સમારોહમાં વિશ્વભરમાંથી રાજકીય, ઔદ્યોગિક, રમતગમત અને ફિલ્મી હસ્તીઓ હાજરી આપશે.
અનંત અંબાણીના લગ્નનો ખર્ચ
અનંત-રાધિકાના લગ્નના તમામ સમાચારો વચ્ચે ચર્ચા થઈ રહી છે કે આ લગ્ન પાછળ હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ શાહી લગ્ન 320 મિલિયન ડોલર છે. આ લગ્નનો કુલ ખર્ચ અંદાજે 320 મિલિયન ડોલર જે ભારતીય કરન્સી મુજબ 2,700 કરોડ રૂપિયા (આર્કિટેક્ચરલ ડાયજેસ્ટ અનુસાર) હોવાનો અંદાજ છે. આજે 1 ડૉલરની કિંમત 83 રૂપિયા પ્રતિ ડૉલરથી વધુ છે, તેથી જો આપણે ભારતીય રૂપિયામાં 320 મિલિયન ડોલર જોઈએ તો તે 2,656 કરોડ રૂપિયા આવે છે. વર્ષ 2018માં અનંત અંબાણીના પિતા, અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્નમાં લગભગ 700 કરોડ રૂપિયા (મીડિયા રિપોર્ટ્સ અનુસાર) ખર્ચ્યા હતા. ઈશા અંબાણીએ પિરામલ ગ્રૂપના આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા છે.






