મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

નિર્માતા એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ, આ છે કારણ

નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર કાયદાકીય મુશ્કેલીમાં મૂકાઈ છે. ગંભ

નિર્માતા એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ, આ છે કારણ

નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર કાયદાકીય મુશ્કેલીમાં મૂકાઈ છે. ગંભીર આરોપ લગાવતા માતા-પુત્રી બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ઓટીટી પ્લેટફોર્મ 'અલ્ટ બાલાજી'ની વેબ સીરિઝ 'ગંદી બાત'ની સિઝન 6 સાથે સંબંધિત છે.

આ અંગે એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર પર 'ગંદી બાત'ની સિઝન 6ના એપિસોડમાં સગીરાઓના અશ્લીલ દ્રશ્યો બતાવવાનો આરોપ છે. ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી 2021 અને એપ્રિલ 2021 વચ્ચે ‘અલ્ટ બાલાજી’ પર સ્ટ્રીમ થયેલી આ સીરિઝમાં સગીરાઓના અશ્લીલ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. જોકે, આ વિવાદાસ્પદ એપિસોડ હાલમાં આ એપ્લિકેશન પર સ્ટ્રીમ નથી થઈ રહ્યો.

શું છે સમગ્ર મામલો?

ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વેબ સીરિઝ 'ગંદી બાત' સિઝન 6માં સિગારેટની જાહેરાતનો ઉપયોગ કરીને મહાપુરુષો અને સંતોનું અપમાન કરવામાં આવ્યું છે. જેના કારણે ફરિયાદીની લાગણી દુભાઈ છે. ઉપરાંત, આ સીરિઝના એક એપિસોડમાં POCSOના નિયમોનું ઉલ્લંઘન કરતા કેટલાક દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે.

આ કાયદાઓનું કરવામાં આવ્યું ઉલ્લંઘન 

તમામ આરોપોને જોતા એવું લાગે છે કે, POCSOની સાથે-સાથે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000, વુમન પ્રોહિબિશન એક્ટ 1986 અને સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003 જેવા કાયદાઓનું પણ આ કન્ટેન્ટને કારણે ઉલ્લંઘન થયું છે.

ઉલ્લેખનીય છે કે, એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટિવ હેડ છે, જ્યારે શોભા કપૂર તેની મેનેજિંગ ડિરેક્ટર છે. આ મામલે ફરિયાદ દાખલ થયા બાદ હાલમાં એકતા કપૂર કે શોભા કપૂર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ સમાચાર શેર કરો