મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કોલ્ડપ્લે કોન્સર્ટ થઇ શકે છે કેન્સલ! જુઓ લાખો રૂપિયાની ટિકિટ ખરીદનારાઓનું શું થશે

સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં કોલ્ડપ્લે કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. હ

કોલ્ડપ્લે કોન્સર્ટ થઇ શકે છે કેન્સલ! જુઓ લાખો રૂપિયાની ટિકિટ ખરીદનારાઓનું શું થશે

સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં કોલ્ડપ્લે કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જેમણે ટિકિટ માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા તેઓને તેમના પૈસા પાછા કેવી રીતે મળશે?

ભારતમાં કોલ્ડપ્લે ટિકિટો અંગેનો વિવાદ ઘણા દિવસોથી ચર્ચાનો વિષય હતો. હવે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. આ સમાચાર પછી સવાલ એ ઉઠે છે કે જે લોકોએ તેની ટિકિટ માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા તેમના પૈસા કેવી રીતે પાછા મળશે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

કોલ્ડપ્લે જાણો

કોલ્ડપ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે, જેની રચના લંડનમાં 1996માં થઈ હતી. બેન્ડમાં ક્રિસ માર્ટિન, મુખ્ય ગાયક અને કીબોર્ડવાદક, જોશુઆ "જોની" બકલેન્ડ, ગિટાર, ગાય બેરીમેન, બાસ ગિટાર અને વિલ ચેઝ, ડ્રમ્સનો સમાવેશ થાય છે. કોલ્ડપ્લે તેના આકર્ષક સંગીત માટે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. જ્યાં પણ તેની કોન્સર્ટ યોજાય છે ત્યાં ટિકિટ ઝડપથી વેચાઈ જાય છે.

મુંબઈ કોન્સર્ટમાં પણ આવું જ થયું. ઓનલાઈન આવતાની સાથે જ ટિકિટો વેચાઈ ગઈ હતી. આ પછી આ ટિકિટો બ્લેકમાં વેચવામાં આવી હતી અને લોકોએ કોન્સર્ટની ટિકિટો બ્લેકમાં ખરીદવા માટે દલાલોને લાખો રૂપિયા ચૂકવ્યા હતા. ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ કોલ્ડપ્લેની રિસેલ ટિકિટની કિંમત લાખોમાં હતી. જો કે હવે કોન્સર્ટ કેન્સલ રહશે તો લોકોએ બ્લેકમાં ઉંચા ભાવે ટિકિટ ખરીદી હતી તેમના પૈસા અટકી ગયા હોય તેમ લાગી રહ્યું છે.

આ સમાચાર શેર કરો