Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Climb above the hero...'; Director crossed the line during an intimate scene in Nawazuddin's film, actress quits the film

‘હીરોની ઉપર ચઢી જા...’; Nawazuddinની ફિલ્મમાં ઇન્ટિમેટ સીન વખતે ડિરેક્ટરે વટાવી મર્યાદા, એક્ટ્રેસે છોડી દીધી હતી ફિલ્મ 

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
‘હીરોની ઉપર ચઢી જા...’; Nawazuddinની ફિલ્મમાં ઇન્ટિમેટ સીન વખતે ડિરેક્ટરે વટાવી મર્યાદા, એક્ટ્રેસે છોડી દીધી હતી ફિલ્મ 
સોર્સ : GSTV

Chitrangda Leaves Nawazuddin Film: બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક ચિત્રાંગદા સિંહે પોતાની કારકિર્દીમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. જોકે, તેની કરિયરમાં એક ફિલ્મ એવી પણ રહી છે, જેનો અનુભવ તેના માટે અત્યંત કડવો અને માનસિક રીતે પરેશાન કરનારો સાબિત થયો હતો. ફિલ્મ 'બાબુમોશાય બંદૂકબાઝ'ના શૂટિંગ દરમિયાન સેટ પર પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ચિત્રાંગદાએ આખરે આ પ્રોજેક્ટને અધવચ્ચે જ અલવિદા કહી દીધું હતું. અભિનેત્રીએ ડિરેક્ટર કુશાન નંદી પર જબરદસ્તીથી ઇન્ટિમેટ સીન કરાવવા અને અપમાનજનક વર્તન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

App Store

સેટ પર ડિરેક્ટરે કરી હતી બદતમીઝી

ચિત્રાંગદા સિંહ સાથે બનેલી આ આખી ઘટનાનો ઉલ્લેખ એક પોડકાસ્ટમાં કરવામાં આવ્યો હતો. સેટ પર ડિરેક્ટરે અભિનેત્રી સાથે કરેલી ગેરવર્તણૂક અંગેની વિગતો આ પોડકાસ્ટમાં આપવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ચિત્રાંગદા ફિલ્મ 'બંદૂકબાઝ'માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે શૂટિંગ કરી રહી હતી. સ્ક્રિપ્ટ મુજબ તેણે નવાઝ સાથે એક બેડ સીન અને કિસિંગ સીન શૂટ કરવાનો હતો. તે સીન એટલો અસહજ કરી મૂકનારો હતો કે તે તેને શૂટ કરી શકી નહોતી.

આ વિશે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, વારંવારના પ્રયાસો છતાં સીન ઓકે ન થતાં ડિરેક્ટર કુશાન નંદી પોતાનો પિત્તો ગુમાવી બેઠા હતા. તેમણે સેટ પર હાજર તમામ લોકોની સામે બૂમો પાડતા અત્યંત વાંધાજનક શબ્દોમાં કહ્યું, 'અરે ચાલ, હીરો ઉપર ચઢી જા.' આ પ્રકારની ભાષા અને અપમાનજનક વર્તન સાંભળીને ચિત્રાંગદા સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેણે તાત્કાલિક શૂટિંગ બંધ કરીને ફિલ્મ છોડવાનો નિર્ણય કરી લીધો હતો.

ચિત્રાંગદાએ પોતે વ્યક્ત કરી હતી આ પીડા

આ વિવાદ અંગે ચિત્રાંગદા સિંહે પણ ભૂતકાળમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં સત્તાવાર ખુલાસો કર્યો હતો. તેના જણાવ્યા અનુસાર, નવાઝુદ્દીન અને તેની વચ્ચેના ઇન્ટિમેટ સીન્સ પહેલેથી જ યોગ્ય રીતે શૂટ થઈ ચૂક્યા હતા. તેમ છતાં ડિરેક્ટર કુશાન નંદી સંતુષ્ટ નહોતા. તેઓ એ કિસિંગ સીનને વધુ 7 સેકન્ડ લાંબો ખેંચવા માંગતા હતા અને ફરીથી શૂટ કરવાનો આગ્રહ રાખતા હતા.

અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે ડિરેક્ટરે તેના પર નવાઝુદ્દીનની ઉપર બેસીને સીન આપવાનું દબાણ કર્યું હતું અને આ દરમિયાન તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ આખા ઘટનાક્રમથી માનસિક રીતે કંટાળીને ચિત્રાંગદાએ ફિલ્મથી અંતર જાળવી લેવું વધુ યોગ્ય સમજ્યું હતું. ચિત્રાંગદાના ફિલ્મ છોડ્યા બાદ મેકર્સે આ રોલ માટે અભિનેત્રી બિદિતા બાગને કાસ્ટ કરી હતી.