સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે સેલેબ્સે વ્યક્ત કરી ચિંતા, રવિ કિશને કહ્યું- 'ચોર પકડાઈ જશે'
અભિનેતા સૈફ અલી ખાન હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ગુરુવારે સવારે 2:30 વાગ્યાની આસપાસ સૈફ અલી ખાનના બ

અભિનેતા સૈફ અલી ખાન હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ગુરુવારે સવારે 2:30 વાગ્યાની આસપાસ સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ચોર ઘૂસી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દરમિયાન ચોરે સૈફ પર છરી વડે હુમલો કર્યો, ત્યારબાદ સૈફને 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સૈફ પર થયેલા આ હુમલા પર સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકોની પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. પૂજા ભટ્ટે ટ્વીટ કરીને કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.
આ પણ વાંચો: જ્યારે પતિ સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે કરીના કપૂર કરી રહી હતી પાર્ટી, જાણો કોની સાથે
પૂજા ભટ્ટને થઈ ચિંતા
પૂજા ભટ્ટે તેના એક્સ હેન્ડલ પર મુંબઈ પોલીસને ટેગ કરીને લખ્યું, 'શું આ અરાજકતાને રોકી શકાય?' તેણે લખ્યું કે 'બાંદ્રામાં વધુ પોલીસ તૈનાત કરવાની જરૂર છે. આ શહેરમાં, ખાસ કરીને સબઅર્બમાં, તેણે ક્યારેય આટલું અસુરક્ષિત અનુભવ્યું નહતું.' તેણે પોતાના ટ્વીટમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે, નેતા અજિત પવાર અને સીએમ દેવેન્દ્ર ફડણવીસને ટેગ કર્યા છે.
સૈફ અલી ખાન પર થયેલા હુમલાથી જુનિયર એનટીઆર આઘાતમાં
પૂજા ભટ્ટની સાથે, દક્ષિણ અભિનેતા જુનિયર એનટીઆરએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, સૈફ અલી ખાન પર હુમલાના સમાચારથી તે આઘાતમાં અને દુઃખી છે. તેણે સૈફ અલી ખાનના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
ઈમ્તિયાઝ અલીએ શું કહ્યું?
બોલિવૂડ ડિરેક્ટર ઈમ્તિયા અલીએ એક ખાસ વાતચીતમાં સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું, "સૈફ સાથે બનેલી ઘટના આઘાતજનક છે. મારા મનમાં પહેલી વાત એ આવે છે કે તેની ઈજાઓ ગંભીર નથી અને તે જલ્દી સ્વસ્થ થઈ જશે." તેણે સૈફના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
રવી કિશનની પ્રતિક્રિયા
સૈફ અલી પર થયેલા હુમલા પર અભિનેતા અને નેતા રવિ કિશને પણ પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, 'આ દુઃખદ છે. તે મારો મિત્ર અને કો-આર્ટીસ્ટ છે. મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. અને ચોર પકડાઈ જશે. હું તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું."'અભિનેતા ચિરંજીવીએ તેના એક્સ હેન્ડલ પર લખ્યું કે તે સૈફ અલી ખાન પર થયેલા હુમલાથી ખૂબ જ દુઃખી છે.
સૈફને મળવા પહોંચ્યા ડિરેક્ટર સિદ્ધાર્થ
સૈફ અલી ખાન પર હુમલાના સમાચાર સાંભળ્યા પછી, બોલિવૂડ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ તેની પત્ની સાથે સૈફને મળવા હોસ્પિટલ પહોંચ્યો. તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થે સૈફ સાથે 'સલામ નમસ્તે' અને 'તારા રમ પમ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
સોશિયલ મીડિયા યુઝર્સ શું કહી રહ્યા છે?
સૈફ અલી ખાન પર થયેલા આ હુમલાથી સોશિયલ મીડિયા યુઝર્સ પણ ચોંકી ગયા છે. એક યુઝરે લખ્યું કે, 'આજકાલ મોટા સ્ટાર્સ પણ સુરક્ષિત નથી.' ઘણા યુઝર્સે સૈફ અલી ખાનના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. લોકો આશા રાખી રહ્યા છે કે સૈફ અલી ખાન જલ્દીથી હોસ્પિટલમાંથી ઘરે આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સૈફ અલી ખાનને ગંભીર ઈજા થઈ છે જેના કારણે તેને 10 ટાંકા આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. સૈફ અલી ખાનના ઘરની આસપાસની ઈમારતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.








