મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

નિક જોનાસે પત્ની પ્રિયંકા ચોપરા સાથે આ અંદાજમાં ઉજવી લગ્નની વર્ષગાંઠ, કહ્યું- 'આનાથી સારું શું હોઈ શકે'?

છ વર્ષ પહેલા દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને કાયમ માટે વિદેશમાં સ્થાયી થઈ

નિક જોનાસે પત્ની પ્રિયંકા ચોપરા સાથે આ અંદાજમાં ઉજવી લગ્નની વર્ષગાંઠ, કહ્યું- 'આનાથી સારું શું હોઈ શકે'?

છ વર્ષ પહેલા દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને કાયમ માટે વિદેશમાં સ્થાયી થઈ ગઈ. પ્રિયંકા અને નિક માત્ર હોલીવુડ જ નહી પરંતુ બોલિવૂડના પાવર કપલ છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી અદ્ભુત છે અને તેઓ એકબીજા પર પ્રેમ વરસાવવાની એક પણ તક છોડતા નથી.

આ પણ વાંચો : Dharmendra's Birthday / સની કે બોબી દેઓલ નહીં, આ એક્ટરને પોતાની બાયોપિકમાં જોવા માંગે છે ધર્મેન્દ્ર

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે માત્ર એક વર્ષ ડેટિંગ કર્યા બાદ આખું જીવન એકબીજા સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું. જુલાઈ 2018માં ગુપ્ત સગાઈ પછી દંપતીએ રાજસ્થાનમાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર 2018ના રોજ હિન્દુ અને ખ્રિસ્તી રીતરિવાજો મુજબ ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ આ દંપતી એક પુત્રીના માતા-પિતા છે.।

નિક-પ્રિયંકાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ભલે માતા-પિતા બની ગયા હોય અને તેમના ખભા પર દીકરીની જવાબદારી છે, તેમ છતાં તેમની વચ્ચેનો પ્રેમ જરાય ઓછો થયો નથી. દીકરીના ઉછેર અને કામ વચ્ચે પણ તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે સમય શોધે છે. તાજેતરમાં દંપતીએ તેમની છઠ્ઠી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી, જેની તસવીરો હવે કપલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

નિક જોનાસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ ફેમિલી ફોટો શેર કર્યા છે જેમાં તે તેની પત્ની પ્રિયંકા અને પુત્રી માલતી સાથે સુંદર પળ વિતાવી રહ્યો છે. ત્રણેય ન્યૂયોર્ક સિટીની મુલાકાતે ગયા, ફિલ્મો જોઈ અને ફોટા ક્લિક કર્યા. તસવીરો શેર કરતી વખતે, ગાયકે કેપ્શનમાં લખ્યું, "છઠ્ઠી લગ્નની વર્ષગાંઠ. મોઆના 2. ફેમિલી ટાઈમ. ન્યૂયોર્ક સિટી. આનાથી વધુ સારું શું હોઈ શકે. મારું હૃદય ભરાઈ ગયું છે."

પ્રિયંકાએ જાદુઈ ક્ષણ પસાર કરી

પ્રિયંકા ચોપરાએ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી છે. ફોટામાં પ્રિયંકા તેની લાડલી માલતી અને પતિ નિક સાથે ન્યૂયોર્કની મુલાકાતે છે અને તેની પુત્રી સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

એક તસવીરમાં પ્રિયંકાએ માલતીને નકલી નખ લગાવ્યા હતા, જેને ત્રણ વર્ષની નન્હી પરી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "એક નાની જાદુઈ ક્ષણ." 

આ સમાચાર શેર કરો