થિયેટરમાં હવે નહીં જોવા મળે ફૂ-ફૂ કરતો 'નંદુ', સેન્સરબોર્ડે અક્ષય કુમારની એડ હટાવી
જ્યારે પણ તમે થિયેટરમાં કોઇ ફિલ્મ જોવા જાવ તો તેની શરૂઆતના પ્રથમ 15 મિનિટ સુધી મોટા

જ્યારે પણ તમે થિયેટરમાં કોઇ ફિલ્મ જોવા જાવ તો તેની શરૂઆતના પ્રથમ 15 મિનિટ સુધી મોટા પરદા પર એડવર્ટાઇઝ બતાવવામાં આવે છે. આ એડમાં એન્ટી સ્મોકિંગ જાહેરાત પણ સામેલ હોય છે. આ એડમાં અક્ષય કુમારની પણ એક એડવર્ટાઇઝ આવતી હતી જેમાં તે હૉસ્પિટલની સામે ફૂ-ફૂ કરનારા નંદુને ધુમ્રપાન કરવાનો ઇનકાર કરતો જોવા મળે છે.
હવે અક્ષય કુમાર અને નંદુની આ જાહેરાત દર્શકોને સિલ્વર સ્ક્રીન પર જોવા નહીં મળે. અક્ષય કુમારની 6 વર્ષ જૂની એડને હટાવવા માટે સેન્સર બોર્ડે મોટો નિર્ણય લીધો છે.
થિયેટરમાં નહીં જોવા મળે અક્ષય કુમારની એન્ટી સ્મોકિંગ એડ
થિયેટરમાં એન્ટી સ્મોકિંગ એડ દ્વારા લોકોમાં ધૂમ્રપાન વિરૂદ્ધ જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવે છે. લાંબા સમયથી અક્ષય કુમાર પણ નંદુની એડ દ્વારા આ કામ કરે છે. આ જાહેરાતમાં તેની સાથે એક્ટર અજય પાલ સિંહ જોવા મળે છે જેને નંદુની ભૂમિકા નીભાવી હતી.
એક રિપોર્ટ અનુસાર CBFCએ આ એડને હટાવવાનો નિર્ણય કર્યો છે અને આગામી સમયમાં હવે તમને અક્ષય કુમારની આ એડ હવે થિયેટરમાં ફરી જોવા નહીં મળે.
મહત્ત્વપૂર્ણ છે કે એન્ટી સ્મોકિંગ સિવાય અક્ષય કુમારની આ એડમાં મહિલાઓના માસિક ધર્મમાં બીમારીથી બચવા માટે સેનેટરી પેડના ઉપયોગને લઇને જાગૃતિ જોવા મળે છે. આ જાહેરાત સિવાય સેન્સર બોર્ડ મોટા પરદા પર એન્ટી સ્મોકિંગ માટે એક નવી એડ જોવા મળશે.
6 વર્ષ પહેલા શરૂ થઇ હતી એડ
અક્ષય કુમારની નંદુની એડની શરૂઆત 6 વર્ષ પહેલા થઇ હતી. જ્યારે અભિનેતાની ફિલ્મ ગોલ્ડને સ્વતંત્રતા દિવસના પ્રસંગે થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. આ જાહેરાતને અક્ષય કુમારની ફિલ્મ પેડમેનના પ્રમોશનના આધાર પર પણ ઓળખવામાં આવે છે જે ગોલ્ડ પહેલા રિલીઝ થઇ હતી.








