મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની વિરુદ્ધ નોંધાયો કેસ, કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ

મહારાષ્ટ્રના થાણેમાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની

કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની વિરુદ્ધ નોંધાયો કેસ, કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ

મહારાષ્ટ્રના થાણેમાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝલ ડિસોઝા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર ડાન્સ ટ્રૂપ સાથે 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ મામલે વધુ પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

રેમો ડિસોઝા અને લિઝલ ડિસોઝા વિરુદ્ધ નોંધાયો કેસ

આ કેસ 26 વર્ષની ડાન્સરની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું છે કે, 16 ઓક્ટોબરે રેમો, લિઝલ અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ આઈપીસી કલમ 465 (બનાવટી), 420 (છેતરપિંડી) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

કયા આરોપ છે રેમો પર?

FIR મુજબ, ફરિયાદી અને તેના સહયોગીઓ સાથે 2018થી 2024 દરમિયાન કથિત રીતે છેતરપિંડી કરવામાં આવી હતી. FIRમાં એવો પણ ઉલ્લેખ છે કે, એક ટીવી શોમાં એક ડાન્સ ટૂર્પે પર્ફોર્મ કર્યું અને જીત પણ લીધી. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, આરોપીઓએ કથિત રીતે આ ડાન્સ ટ્રૂપને પોતાની ટોળકી બતાવી ઈનામની રકમ તરીકે મળેલા 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અધિકારીએ એમ પણ કહ્યું કે, રેમો અને લિઝલ સિવાય આ કેસના અન્ય આરોપીઓમાં ઓમપ્રકાશ શંકર ચૌહાણ, રોહિત જાધવ, ફ્રેમ પ્રોડક્શન કંપની, વિનોદ રાઉત, રમેશ ગુપ્તા અને એક પોલીસકર્મીનો સમાવેશ થાય છે. અધિકારીએ કહ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે.

કોરિયોગ્રાફર, ડાયરેક્ટર અને ડાન્સ શોના જજ પણ છે રેમો

રેમો ડિસોઝા માત્ર બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર નથી, તેણે ‘ફાલ્તુ’, ‘એબીસીડી’ અને ‘રેસ 3’ જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. આ સિવાય તે ઘણા ડાન્સ શોમાં જજ તરીકે પણ જોવા મળ્યો છે. તેણે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’, ‘ઝલક દિખલા જા’, ‘ડાન્સ કે સુપરસ્ટાર્સ’, ‘ડાન્સ પ્લસ’ અને ‘ડીઆઈડી લિટલ માસ્ટર’ જેવા શો જજ કર્યા છે.

રેમોની અપકમિંગ ફિલ્મ

રેમો ડિરેક્ટર તરીકે તેની આગામી ફિલ્મ 'બી હેપ્પી'ની રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને ઇનાયત વર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં નોરા ફતેહી અને જોની લીવર જેવા ચહેરા પણ છે.

આ સમાચાર શેર કરો