VIDEO: Anshula Kapoorના વેડિંગ રિસેપ્શનમાં ભાઈ Arjun Kapoorએ લૂંટી મહેફિલ, જુઓ વીડિયો
સોર્સ : gstv
મુંબઈ, 8 જુલાઈ, 2026: અંશુલા કપૂર અને રોહન ઠક્કરના વેડિંગ રિસેપ્શનમાં અનેક ફિલ્મી સિતારાઓએ હાજરી આપી હતી. જોકે, સમગ્ર મહેફિલમાં સૌથી વધુ ચર્ચા અભિનેતા અર્જુન કપૂરના અંદાજની રહી. અર્જુન કપૂર પોતાના ડેશિંગ લુક અને ખુશમિજાજ સ્વભાવ સાથે સૌનું ધ્યાન આકર્ષતા જોવા મળ્યો. તેમણે મહેમાનો સાથે આત્મીયતાથી મુલાકાત કરી અને કેમેરા સામે સ્મિત સાથે પોઝ પણ આપ્યા. તેમના સ્ટાઇલિશ લુક અને આત્મવિશ્વાસભર્યા અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું, જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

