Border 2 Teaser: સની દેઓલની નવી ફિલ્મું ટીઝર રિલીઝ થયું, 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં આવશે

'બોર્ડર-2'નું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. 'બોર્ડર-2' માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ અને એક નવું પોસ્ટર જાહેર કર્યું છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સની દેઓલની ફિલ્મ 'બોર્ડર-2' તેમની 1997ની બ્લોકબસ્ટર ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ છે. 'બોર્ડર'નું દિગ્દર્શન જેપી દત્તા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો.
'બોર્ડર-2'નું ટીઝર
નિર્માતાઓએ આજે બપોરે 1:30 વાગ્યે ટીઝર રિલીઝ કર્યું. તેની પહેલી ઝલક જોઈને તમારા હોશ ઉડી જશે. ટીઝરમાં, સની દેઓલ ફરી એકવાર પાકિસ્તાનને પડકાર ફેંકતા ભારતના સાચા પુત્ર તરીકે જોવા મળે છે. ટીઝરમાં યુદ્ધના મેદાનની ઝલક પણ જોવા મળે છે, જેમાં વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી દેશ માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા બહાદુર સૈનિકોનું ચિત્રણ કરે છે. એકંદરે, આ ટીઝર લોકોને ગમશે.
દરમિયાન ટીઝર લોન્ચ ઈવેન્ટમાં સની દેઓલ અને વરુણ ધવન સહિત ફિલ્મના અન્ય અભિનેતાઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા.

