AI ડીપફેક મામલે ગૂગલ અને મેટા સામે કેસ કરવાની બોમ્બે હાઈકોર્ટે પ્રીતિ ઝિન્ટાને આપી મંજૂરી

બોમ્બે હાઈકોર્ટે બોલીવુડ અભિનેત્રી પ્રિટી ઝિન્ટાને ગૂગલ એલએલસી અને અન્ય લોકો સામે કથિત એઆઈ-જનરેટેડ ડીપફેક સામગ્રીને લઈને દાવો કરવાની મંજૂરી આપીછે. પ્રિટીએ દાવો છે કે તે તેની ગુડવિલને નુકસાન પહોંચાડવા ઉપરાંત તેના વ્યક્તિત્વ અને કોપીરાઈટ અધિકારોનું ઉલ્લંઘન કરાયું છે.
ન્યાયાધીશ અભય આહુજાએ લેટર્સ પેટન્ટના કલમ 12 હેઠળ ઝિન્ટાની અરજી મંજૂર કરી હતી. કોર્ટના પ્રાદેશિક અધિકારક્ષેત્રની બહાર જ્યારે કોઈ કૃત્ય સામે કાર્યવાહી ઉદ્ભવે ત્યારે આ પ્રક્રિયા આવશ્યક છે.
આ આદેશ ઝિન્ટાને બોમ્બે હાઈકોર્ટના મૂળ પક્ષે ગૂગલ એલએલસી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઇટ્સ સહિત અન્ય ઘણી સંસ્થાઓ સામે નોંધપાત્ર સિવિલ દાવો દાખલ કરવાની મંજૂરી આપે છે.
ઝિન્ટાએ આરોપ લગાવ્યો છે કે મેટા પ્લેટફોર્મ અને વિવિધ વેબસાઇટ્સ સહિત પ્રતિવાદીઓએ તેના વ્યક્તિત્વનો ઉપયોગ કરીને એઆઈ-જનરેટેડ ડીપફેક વિડિઓઝ, મીમ્સ, ચેડાં કરેલી છબીઓ, ચેટબોટ પર્સોના અને અન્ય ડિજિટલ સામગ્રી બનાવીને અપલોડ કરી હતી અને પ્રસારિત પણ કરી હતી.
દલીલમાં જણાવાયું હતું કે આ કૃત્યો તેના વ્યક્તિત્વના અધિકારો અને કોપિરાઇટનું ઉલ્લંઘન, અપાર ગુડવિલના અને પ્રતિષ્ઠાનું નુકસાન કરનારું તેમ જ કોપિરાઇટ એક્ટ, 1957ની કલમ 62 હેઠળ તેના નૈતિક અધિકારોનું ઉલ્લંઘન કરવા સમાન છે.
એવી દલીલ કરવામાં આવી હતી કે કથિત રીતે ઉલ્લંઘન કરતી સામગ્રી ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રસારિત કરવામાં આવી રહી છે, ઝિન્ટા એક ભારતીય નાગરિક છે જે મુખ્યત્વે મુંબઈમાં રહે છે અને લાભ માટે કામ કરે છે અને તેનીગુડવિલના અને પ્રતિષ્ઠા કોર્ટના અધિકારક્ષેત્રમાં સ્થિત છે.
ઘણા પ્રતિવાદીઓ મુંબઈની બહાર રહેતા હોવાથી અને ઓનલાઈન પ્રવૃત્તિઓ શહેરની અંદર અને બહાર કાર્યવાહીનું કારણ બને છે, તેથી ઝિન્ટાએ મુંબઈમાં દાવો દાખલ કરવા માટે કલમ 12 હેઠળ મંજૂરી માંગી હતી

