મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવૂડ સિંગર પલક મુછલે 3000 બાળકોની હાર્ટ સર્જરી કરાવી બચાવ્યા જીવ

પ્લેબેક સિંગર હોવા ઉપરાંત બોલિવૂડ સિંગર પલક મુછલને સોશિયલ વર્કમા

બોલિવૂડ સિંગર પલક મુછલે 3000 બાળકોની હાર્ટ સર્જરી કરાવી બચાવ્યા જીવ

પ્લેબેક સિંગર હોવા ઉપરાંત બોલિવૂડ સિંગર પલક મુછલને સોશિયલ વર્કમાં પણ ખૂબ રસ છે. અઢી વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કરનાર પલક 3000 બાળકોના જીવ બચાવી ચૂકી છે અને આ સાથે તેણે આલોક માટે પ્રાર્થના કરનારાઓનો પણ આભાર માન્યો છે. પલકનું કહેવું છે કે આલોકની સર્જરી સફળ રહી અને હવે તે બિલકુલ સ્વસ્થ છે. આલોક સાથે હવે હાર્ટ સર્જરી કરાવનારા ગરીબ બાળકોની સંખ્યા 3000 પર પહોંચી ગઈ છે. લોકોએ ફરી એકવાર પલકની ગરીબો માટે કરેલી મદદની પ્રશંસા કરી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પલકનું નામ તેના સામાજિક કાર્યો માટે 'ગિનીસ બુક ઑફ રેકોર્ડ્સ' અને 'લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ'માં નોંધાયેલું છે. આ ઉપરાંત તેમને ભારત સરકાર અને અન્ય ઘણી સંસ્થાઓ દ્વારા અલગ અલગ પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

પલક મુછલે એક વાતચીતમા જણાવ્યુ હતું કે, 'તે ઘણા એવા બાળકોની સારવાર કરી રહી છે જેમને હાર્ટ સર્જરીની જરૂર છે. આ સાથે, તે 3,000 સર્જરી પૂર્ણ કરી છે. સાથે વધુ  400 બાળકોની સારવાર કરવા માંગે છે. તેણે આ વાતચીતમાં કહ્યું હતું કે, 'એ એક સ્વપ્ન જેવું લાગે છે કે એક નાની બાળકીએ શરૂ કરેલી એક નાની પહેલ આજે આટલું મોટું અભિયાન બની ગયું છે. આ મારા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. તે 3,000 બાળકો મારા માટે મારા પરિવાર જેવા છે.

પલકે કહ્યું- હજુ પણ 400 થી વધુ બાળકો છે જેમને સારવારની જરૂર છે

પલકે કહ્યું કે, 'હજી પણ 400 થી વધુ બાળકો છે જેમની હું સારવાર કરાવવા માંગુ છું. આજે પણ મારી દરેક કોન્સર્ટ એ હાર્ટ સર્જરીને સમર્પિત છે. તે બાળકો પલક દીદીના કોન્સર્ટની રાહ જુએ છે અને ક્યારે અમારી સર્જરી થશે અને હું પ્રાર્થના કરું છું કે ભગવાન મને એટલી શક્તિ આપે કે હું મારી આ ઈચ્છા પૂરી કરી શકું.

આ સમાચાર શેર કરો