'હોપલેસ પ્લેસ છે બોલિવૂડ, ટેલેન્ટની ઈર્ષ્યા કરે છે લોકો'... કંગના રણૌતે ઈન્ડસ્ટ્રી પર કર્યા આકરા પ્રહારો
કંગના રણૌત સાંસદ બન્યા બાદ તેની પહેલી ફિલ્મ 'ઈમરજન્સી'

કંગના રણૌત સાંસદ બન્યા બાદ તેની પહેલી ફિલ્મ 'ઈમરજન્સી' માટે ચર્ચામાં છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે અને હાલમાં તેના પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી રહી છે. અત્યારે અભિનેત્રી પોતાની ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. આ પ્રમોશન દરમિયાન આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ બોલિવૂડ પર આકરા પ્રહારો કર્યા હતા. અભિનેત્રીએ બોલિવૂડને હોપલેસ પ્લેસ ગણાવી છે. કંગના રણૌતનું આ નિવેદન થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગયું.
હોપલેસ પ્લેસ છે બોલિવૂડ
કંગના રણૌતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું- 'માત્ર થોડા જ લોકોને મારાથી સમસ્યા છે, બાકી તમે મને જોશો તો હું ચૂંટણી જીતી ગઈ છું અને મને ઈન્ડસ્ટ્રીમાંથી જે પ્રકારનો પ્રેમ મળ્યો છે તે મારી વાત સાબિત કરે છે. તો મારી સાથે સમસ્યા છે કે તેમની સાથે? કંગનાને બોલિવૂડ બોયકોટને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના પર અભિનેત્રીએ કહ્યું- બોલિવૂડ... જો હું તમને પ્રમાણિકતાથી કહું તો તે એક બોપલેસ પ્લેસ છે. તેમને કંઈ થવાનું નથી. તેઓ ટેલેન્ટની ઈર્ષ્યા કરે છે.
ટેલેન્ટ મારી નાખે છે
કંગનાએ આગળ કહ્યું- 'જે પણ તેમને ટેલેન્ટ દેખાય છે, માત્ર તેની કારકિર્દી બરબાદ નથી કરતા પરંતુ તેનો બહિષ્કાર પણ કરે છે. ડર્ટી પીઆર ગેમ રમીને તેમને બદનામ કરે છે. જો કોઈ વ્યક્તિમાં ટેલેન્ટ દેખાય જાય તો તેની કારકિર્દી પૂરી ન થાય ત્યાં સુધી તેઓ આરામ કરતા નથી.
કંગનાએ ઓફિસ સ્પેસ ખરીદી
થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, કંગના તેનો મુંબઈનો બંગલો વેચી રહી છે. આ દરમિયાન એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, અભિનેત્રીએ મુંબઈમાં 1.56 કરોડ રૂપિયામાં 407 ચોરસ ફૂટ જગ્યા ખરીદી છે. રિપોર્ટ અનુસાર કંગનાએ આ સ્પેસ 19મા માળે આર્ચવનમાં ખરીદી છે. કંગનાએ રજિસ્ટ્રેશન માટે 9.37 લાખ રૂપિયા અને 30 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી દીધી છે.






