મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

માસી બની અનન્યા પાંડે, બહેન અલાનાએ આપ્યો દીકરાને જન્મ, ફેન્સને બતાવી બાળકની પહેલી ઝલક

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના

માસી બની અનન્યા પાંડે, બહેન અલાનાએ આપ્યો દીકરાને જન્મ, ફેન્સને બતાવી બાળકની પહેલી ઝલક

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડેના ઘરે સારા સમાચાર આવ્યા છે. અલાના પાંડે અને તેના પતિ આઇવર મેકક્રે એક દીકરાના માતા-પિતા બન્યા છે. અલાના પાંડેએ એક વીડિયો દ્વારા તેના દીકરાના જન્મના સમાચાર આપ્યા છે, જેમાં તેણે તેના બાળકની પહેલી ઝલક પણ બતાવી છે. અભિનેત્રી અનન્યા પાંડે પણ માસી તરીકે સાતમા આસમાન પર છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં આ સારા સમાચાર શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. અલાના પાંડેએ આ વર્ષે તેની પ્રેગ્નન્સીની એનાઉન્સમેન્ટ કરી હતી. તેણે લિંગ સંબંધમાં કહ્યું હતું કે, તેના એક છોકરાની માતા બનવાની છે. અલાનાનું બેબી શાવર મુંબઈમાં તેની માતાના ઘરે રાખવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સે ભાગ લીધો હતો.

અલાના પાંડેએ શેર કર્યો એક સુંદર વીડિયો

હવે અલાના પાંડેએ એક ક્યૂટ વીડિયો શેર કરીને પોતાના દીકરાના સારા સમાચાર આપ્યા છે. આ વીડિયોમાં, આઇવર મેકક્રે પહેલા આવે છે અને બેડ પર બેસે છે, તે અલાનાને બોલાવે છે, ત્યારબાદ અલાના તેના બાળકને તેના હાથમાં લાવે છે અને પછી આઇવરની પાસે બેસે છે. બંને પહેલા બાળક તરફ જુએ છે અને પછી એકબીજાને કિસ કરે છે. નવા મમ્મી-પપ્પાએ બ્લુ કલર ટ્વિનિંગ કર્યું છે. આ વીડિયો શેર કરતી વખતે અલાના અને આઇવરે લખ્યું છે કે, "અમારો નાનો દેવદૂત અહીં છે."

અનન્યા પાંડેએ વ્યક્ત કરી ખુશી 

અલાના પાંડેના આ વીડિયો પર બોલિવૂડની ઘણી હસ્તીઓએ કોમેન્ટ કરી છે અને અભિનંદન પાઠવ્યા છે. જિબરાન ખાન, ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે અલાનાને શુભેચ્છા સંદેશ આપ્યો છે. અનન્યા પાંડેએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં અલાનાનો વીડિયો શેર કરતા લખ્યું કે, 'મારો સુંદર બેબી બોય ભાણેજ અહીં છે.'

'ધ ટ્રાઈબ'થી કરશે સ્ક્રીન ડેબ્યૂ

અલાના પાંડે ટૂંક સમયમાં પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના રિયાલિટી શો 'ધ ટ્રાઇબ'થી સ્ક્રીન ડેબ્યૂ કરશે, જે ભારતના ટોચના સોશિયલ મીડિયા ઈનફ્લુઆન્સર્સના જીવનની આસપાસ ફરશે. તે કરણ જોહરની ધર્મા એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.

અલાના પાંડેના ઈન્સ્ટાગ્રામ પર છે 1.6 મિલિયન ફોલોઅર્સ 

ઉલ્લેખનીય છે કે, અલાના પાંડે અનન્યા પાંડેના પિતા ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડે અને ભાભી ડીન પાંડેની દીકરી છે. અલાના પાંડે તેના પતિ આઇવર મેકક્રે સાથે લોસ એન્જલસમાં રહે છે. અલાના મોડલિંગ કરે છે. અલાના 1.6 મિલિયન ફોલોઅર્સ સાથે સોશિયલ મીડિયા ઈનફ્લુઆન્સર પણ છે.

આ સમાચાર શેર કરો